
પંજાબમાં 26/11 જેવા મોટા હુમલાના આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ISI એ ડ્રોનથી મોકલ્યા હતા હથિયાર: સૂત્ર
- ISI એ આતંકી હુમલા માટે ડ્રોનથી હથિયાર મોકલ્યા
- 26/11 જેવા મોટા આતંકી હુમલાનું હતું ષડયંત્ર
- ધરપકડ કરાયેલા આતંકીઓએ કર્યો ખુલાસો
પંજાબના તરનતારનથી રવિવારે પકડાયેલા ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KJF) ના ટેરર મૉડ્યૂલને લઇને મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પંજાબ અને આસપાસના રાજ્યોમાં 26/11 મુંબઇ હુમલા જેવો મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. આ આતંકી હુમલાને અંજામ આપવા માટે ડ્રોનના માધ્યમથી પંજાબમાં AK-47 રાઇફલ અને ભારે માત્રામાં મૈગઝીન અને કારતૂસ મોકલાયા હતા.
સરકારથી જોડાયેલા ઉચ્ચ સૂત્રોનુસાર ISIએ ધાર્મિક ડેરાં અને જાહેર સ્થળો પર ભીડભાડ વાળા વિસ્તારો પર એ જ રીતે ફાયરિંગ કરાવીને મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરુ ઘડ્યું હતું કે જે રીતે 26/11 મુંબઇ હુમલામાં કસાબ અને તેની સાથે આવેલા પાકિસ્તાની આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું.
આતંકીઓને ISI તરફથી આ મોટા હુમલાને અંજામ આપવા માટે પાંચ એ કે 47 રાઇફલ, 16 મૈગઝીન અને 472 કારતૂસ ડ્રોન મારફતે મોકલાયા હતા. તે ઉપરાંત હુમલા દરમિયાન લાઇવ નિર્દેશ આપવા માટે ISI ના હેંડલરોએ હથિયારોની ખેપ સાથે સેટેલાઇટ ફોન પણ મોકલ્યા હતા.
રિમાંડ પર પૂછપરછમાં થયો ખુલાસો
સૂત્રોનુસાર પંજાબના તરનતારન જિલ્લાના ચોલા સાહિબ ગામથી પકડાયેલા ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના ટેરર મૉડ્યૂલના આતંકીઓને ડ્રોનના માધ્યમતી 4-5 વાર હથિયાર મોકલાયા હતા. એકવાર જ્યારે ડ્રોનથી હથિયાર મોકલાઇ રહ્યા હતા તો ટેકનિકલ ગડબડીને કારણે પાકિસ્તાની ડ્રોન પડ્યું હતું. તે પડેલા ડ્રોનને આતંકી શુભદીપે પુરાવા નષ્ટ કરવા માટે તે ડ્રોનને તોડી નાખ્યું હતું અને તેની પાંખોને પણ બાળી નાખી હતી.
ત્યારબાદ પંજાબ પોલિસે રાજોકે ગામની નજીકથી ડ્રોનના કેટલાક હિસ્સાને જપ્ત કર્યો હતો. પોલિસ રિમાંડ દરમિયાન કરાયેલી પૂછપરછ દરમિયાન આતંકીઓએ આ વાતનો ખુલાસો કર્યો હતો. સૂત્રોનુસાર પંજાબમાં હજુ કેટલાક આતંકીઓની ધરપકડ થાય તેવી આશંકા છે. ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી પોલિસને મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે.