
- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મેટ્રો પરિયોજનાઓનું PM મોદીએ કર્યું ઉદ્દઘાટન
- લોકમાન્ય સેવા સંઘ તિલક મંદિરમાં ગણપતિની પૂજા-અર્ચના કરી
- સરકારે 100 દિવસમાં અનેક અભૂતપૂર્વ, ઐતિહાસિક કામ કર્યા – મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઇમાં અનેક મેટ્રો પરિયોજનાઓનું ઉદ્વઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમમે ગણપતિની પૂજા અર્ચના પણ કરી હતી. મુંબઇ પહોંચવા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એરપોર્ટ પર પીએમ મોદીની આગેવાની કરી હતી. પીએમ મોદી હાલમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે.
પીએમ મોદીની મુંબઇ મુલાકાતની અપડેટ્સ
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે આજે જ્યારે દેશ 5 ટ્રિલિયન ડૉલર ઇકોનૉમીના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે દેશના શહેરોને પણ 21મી સદીને અનુરૂપ બનાવવાની આવશ્યક્તા છે. આ જ લક્ષ્ય સાથે સરકાર આગામી પાંચ વર્ષમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. સરકારના 100 દિવસ થયા છે અને આ 100 દિવસમાં અનેક અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાર્યો સંપન્ન થયા છે.
ગત પાંચ વર્ષોમાં આમચી મુંબઇના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે અમે ખૂબજ પ્રામાણિક્તાથી પ્રયાસો કર્યા છે. અહીંયાની ફડણવીસ સરકારે મુંબઇ અને મહારાષ્ટ્રના દરેક પ્રોજેક્ટ માટે કડી મહેનત કરી છે.
બાંદ્રા-કુર્લા એક્સપ્રેસ હાઇવેને જોડતો પ્રોજેક્ટ લાખો પ્રોફેશનલ્સ માટે મોટી રાહત સમાન બનશે. BKC તો વ્યાપારિક પ્રવૃત્તિઓનું હબ છે. અહીંયા હવે અવરજવર વધુ સરળ બનશે. આ દરેક પરિયોજનાઓ માટે હું દરેકને અભિનંદન પાઠવું છું.
આ દરેક પરિયોજનાઓ મુંબઇના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક નવા સ્તર સુધી લઇ જવા ઉપરાંત લોકોના જીવનને પણ વધુ સરળ બનાવશે.
વડાપ્રધાને મુંબઇમાં મેટ્રો પરિયોજનાઓની આધારશીલા રાખ્યા બાદ લોકોને સંબોધિત કર્યા હતા અને ઇસરોના વૈજ્ઞાનિકોએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકોની સાદગી અને સ્નેહ મને પ્રભાવિત કરે છે. ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રના અનેક શહેરોની મુલાકાત કરી અને આપની સાથે વાતો કરી. મુંબઇમાં જે રાત્રીસભા થઇ હતી તે અંગેની ચર્ચા અનેક દિવસો સુધી ચાલી હતી. આ સ્નેહ અને આર્શીવાદ માટે હું આપ સૌનો આભારી છું.
તેમણે કહ્યું કે ઉચ્ચ સ્તર પર એ લોકો પહોંચે છે જે સતત અડચણ, પડકારો છત્તાં નિરંતર પ્રયાસો કરે છે અને લક્ષ્યને હાંસલ કરવા સુધી જુસ્સો જાળવી રાખે છે.
આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ અહીંયા લગભગ 19 હજાર કરોડ રૂપિયાના ખર્ચના ત્રણ મેટ્રો કૉરિડોરની આધારશિલા રાખી હતી. એ પહેલા મોદીએ વિલે પાર્લેમાં લોકમાન્ય સેવા સંઘ તિલક મંદિરમાં ગણપતિની પૂજા-અર્ચના કરી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઑક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. મોદીએ આરે કૉલોની ક્ષેત્રમાં મેટ્રો ભવન માટે ભૂમિપૂજન કર્યું હતું. જો કે પર્યાવરણ કાર્યકર્તાઓએ આરે કૉલોનીમાં મેટ્રો પરિયોજનાઓના મુખ્ય કારશેડ નિર્માણના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની ટીકા કરી હતી. આ કામમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન કરાશે.
પીએમ મોદીએ ત્રણ મેટ્રો પરિયોજનાઓની જાહેરાત કરી તેમાં 9.2 કિલોમીટર ગૈમુખ-શિવાજી ચોક (મીરા રોડ) મેટ્રો – 10 કૉરિડોર, 12.8 કિલોમીટર વાળો વડાલા-સીએસટી મેટ્રો-11 કૉરિડોર અને 20.7 કિલોમીટર કલ્યાણ-તલોજા મેટ્રો-12 કૉરિડોર સામેલ છે.