
નોકરી અંગેના નિવેદન બાદ સંતોષ ગંગવાર સંકટમાં, કોર્ટમાં દાખલ થયો કેસ
કેન્દ્રીય શ્રમ રોજગાર રાજ્યમંત્રી સંતોષ ગંગવાર તેના નિવેદનોને કારણે વધુને વધુ ઘેરાઇ રહ્યા છે. બિહારના મુઝફ્ફરપુરમાં તેના વિરુદ્વ કેસ દાખલ કરાયો છે. સામાજિક કાર્યકર તમન્ના હાશમીએ આઇપીસીની ધારા 195, 153, 295, 405 હેઠળ કેસ દાખલ કર્યો છે. 25 સપ્ટેમ્બરના રોજ આ કેસની સુનાવણી થશે. તમન્ના હાશમીએ સંતોષ ગંગવાર પર ઉત્તર ભારતીયોને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં, સંતોષ ગંગવારે બરેલીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આજે દેશમાં નોકરીની કોઇ અછત નથી, પરંતુ ઉત્તર ભારતના યુવાવર્ગમાં કાબેલિયત નથી.