
NRC થી સબક શીખે બીજેપી – પ્રવાસીઓનો ભ્રમ તૂટ્યો – ઔવેસી
- NRC પર AIMIMના પ્રમુખ ઔવેસીનો ભાજપ પર પ્રહાર
- બિન મુસ્લિમોને નાગરિક્તા આપવાની કોશિશ કરતું ભાજપ
- આજે આસામમાં જાહેર થઇ NRCની અંતિમ યાદી
આસામમાં NRC ને લઇને ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસઉદ્દીન ઔવેસીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું કે આસામમાં જે થયું તેમાંથી બીજેપીએ સબક શીખવો જોઇએ અને મુસ્લિમોના સંદર્ભમાં સમગ્ર દેશમાં એનઆરસીની પ્રક્રિયા પર રોક લગાવવી જોઇએ. તેનાથી આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓના ભ્રમ તૂટ્યો છે.
AIMIM પ્રમુખ અસઉદ્દીન ઔવેસીએ કહ્યું હતું કે મને આશંકા છે કે નાગરિક સંશોધન બિલના માધ્યમથી ભાજપ એક બિલ લાવી શકે છે, જેમાં તે દરેક બિન મુસ્લિમોને નાગરિક્તા આપવાની કોશિશ કરી શકે છે. જો એવું થશે તો તેનાથી ફરીથી સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થશે.
શનિવારના રોજ આસામમાં NRC ની અંતિમ યાદી જાહેર કરાઇ હતી. જેમાંથી 19 લાખ લોકોને બહાર કઢાયા છે. NRCમાં 3,11,21,004 લોકોને સામેલ કરાયા છે. જે લોકો આનાથી સંતુષ્ટ નથી તેઓ વિદેશી ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. અપીલ દાખલ કરવાની સમય મર્યાદા 60થી 120 દિવસ સુધી વધારાઇ છે.