1. Home
  2. revoinews
  3. ટ્રાફિક પોલીસે ‘ભગવાન રામ’ ના નામે કાપ્યું 1 લાખ 41 હજારની અધધ..રકમનું ચલણ
ટ્રાફિક પોલીસે ‘ભગવાન રામ’ ના નામે કાપ્યું 1 લાખ 41 હજારની અધધ..રકમનું ચલણ

ટ્રાફિક પોલીસે ‘ભગવાન રામ’ ના નામે કાપ્યું 1 લાખ 41 હજારની અધધ..રકમનું ચલણ

0
  • દેશભરમાં 1 સપ્ટેમ્બરથી મોટર વ્હીકલ એક્ટ લાગુ
  • ચાલકો નિયમોથી અજાણ હોવાથી કરે છે ભૂલો
  • પોલિસ દ્વારા પણ અનેક ગડબડીઓના કિસ્સા

દેશભરમાં લાગુ થયેલા નવા મોટર વ્હીકલ એક્ટ બાદ વાહનચાલકોની ભૂલ ઉપરાંત હવે પોલિસની ભૂલો પણ ઉડીને આંખે વળગી રહી છે. ક્યાંક વગર હેલમેટ પહેરેલા કાર ચાલકને દંડ ફટકાર્યો તો ક્યાંક બીજી ભૂલ કરી દીધી. હાલમાં જ દિલ્હી પોલિસે આવી ગડબડ કરતા ભગવાન રામનું નામ લખીને ચલણ ફાડ્યું હતું. હકીકતમાં પોલિસે ગડબડ કરતા અસલી નામ લખવાને બદલે ચલણમાં ભગવાન રામનું નામ લખીને એક ટ્રક ચાલકનું રૂ.1,41,700 નું ચલણ કાપ્યું હતું. બીકાનેરના ટ્રક માલિકે રોહિણી કોર્ટમાં ચલણની રકમની પૂરી ચૂકવણી કરી છે.

RTO અનુસાર, ટ્રક માલિકનું અસલી નામ હરમન રામ
5 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં ઓવરલોડિંગને કારણે એક ટ્રકનું 70 હજાર રૂપિયાનું ચલણ કપાયું હતું. ટ્રકમાં વધુ માલ હોવાથી તેના માલિકને પણ વધુ 70 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો. ટ્રક માલિક અનુસાર, તે ઉપરાંત રૂ.1700નું ચલણ કપાયું હતું. આ સાથે કુલ ચલણની રાશિ 1 લાખ 41 હજાર 700 રૂપિયા થઇ હતી.

9 સપ્ટેમ્બરના રોજ તેમણે ચલણની રકમની ચૂકવણી રોહિણી કોર્ટમાં કરી હતી. ચૂકવણીની રશીદમાં ચલણ ભરનાર ટ્રક માલિકનું નામ ભગવાન રામ લખાયું છે. જો કે બીકાનેર આરટીઓમાં નોંધાયેલી જાણકારી અનુસાર, ટ્રકની નોંધણી સંખ્યા RJ07 GD 0237 ના માલિકનું નામ હરમન રામ છે.

જણાવી દઇએ કે દેશભરમાં 1 સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા મોટર વ્હીકલ એક્ટ બાદ પણ અનેક ચાલકો કોઇને કોઇ ભૂલ કરી રહ્યા છે જેની પાછળનું કારણ તેની પાસે ઉપલબ્ધ અપર્યાપ્ત માહિતી છે. ચાલકો પાસે નવા નિયમોની સંપૂર્ણ જાણકારી ના હોવાથી તેઓ વારંવાર અનેક ભૂલ કરી બેસે છે અને તેના નામે 15 હજાર, 20 હજાર, 40 હજાર જેવી મોટી રકમનું ચલણ કપાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.