1. Home
  2. revoinews
  3. COP14માં PM મોદીનું એલાન: 10 વર્ષમાં 50 લાખ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવાશે
COP14માં PM મોદીનું એલાન: 10 વર્ષમાં 50 લાખ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવાશે

COP14માં PM મોદીનું એલાન: 10 વર્ષમાં 50 લાખ હેક્ટર ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવાશે

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્રના કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ એટલે કે કૉપના 14મા સંમેલનને સંબોધિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં આ સંમેલન આયોજિત કરાયું હતું. આ દરમિયાન જળવાયુ પરિવર્તન, જૈવિક વિવિધતા અને રણ વિસ્તારના વિસ્તરણને લઇને ચિંતન કરાયું હતું.

COP 14 કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતના સંસ્કોરમાં ધરતી પવિત્ર છે, દરેક સવારે જમીન પર પગ રાખતા જ અમે ધરતીની માંફી માંગીએ છીએ. આજે દુનિયામાં લોકોને ક્લાઇમેટ ચેન્જને લઇને નકારાત્મક વિચારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણોસર સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે, વરસાદ, પુર અને તૂફાન જેવી કુદરતી આપત્તિઓની વ્યાપક અસર વર્તાઇ રહી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતે આ મુદ્દે ત્રણ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અમારા આ પ્રયાસોથી દુનિયાન પણ અવગત થશે. ભારત જળવાયુ પરિવર્તન, જૈવિક વિવિધતા અને ભૂમિ સંરક્ષણના મુદ્દે દુનિયામાં અનેક પગલાં લેવા માટે તૈયાર છે.

આજે દુનિયામાં પાણીની સમસ્યા વકરી છે ત્યારે આ વિષય પર સેમિનાર થાય અને આ મોટી સમસ્યાનું નિરાકરણ થાય તે જરૂરી છે. ભારત પાણીના સંરક્ષણ, તેના યોગ્ય ઉપયોગ અંગે પગલાં લઇ ચૂક્યું છે. ભારતમાં 2015-17 વચ્ચે જંગલ વિસ્તાર વધ્યો છે.

મોદીએ કહ્યું કે અમે હજુ પણ વધુ જંગલનો વિસ્તાર વધારવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા તરફ આગળ વધી રહી છે. પાણીની સમસ્યાને લઇને અલગ મંત્રાલયની સ્થાપના કરાઇ છે જેથી દરેક સમસ્યાનો હલ લાવી શકાય. ભારત સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા તરફ આગળ વધ્યું છે.

દુનિયાએ પણ જલ્દી સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવી પડશે. ભારતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફળતા હાંસલ કરી છે, આજે ભારતમાં શૌચાલયોની સંખ્યા 99 ટકા થઇ ચૂકી છે. ભારત ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવા માટે મહેનત કરી રહ્યું છે, ભારત 21 મિલિયન હેકટર્સથી લઇને 26 મિલિયન હેકટર્સ ઉજ્જડ જમીનને 2030 સુધી ફળદ્રુપ બનાવશે.

સંયુક્ત રાષ્ટ્રના કૉન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ એટલે કે કૉપના 14મા અધિવેશન ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડાના ઇન્ડિયા માર્ટ એક્સપોમાં આયોજિત થયું હતું. જેમાં જળવાયુ પરિવર્તન, જૈવિક વિવિધતા અને રણ પર ચિંતન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં અંદાજે 80 દેશોના મંત્રી, વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ શામેલ થયા હતા. દેશ અને દુનિયામાં આ સમસ્યાઓના નિરાકરણને લઇને કરાઇ રહેલા ઉપાયોને વિશ્વ મંચ સમક્ષ પ્રસ્તુત કરાયા હતા.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ દરમિયાન જળવાયુ પરિવર્તન મામલે ભારત સરકાર દ્વારા લેવાતા પગલાંઓ વિશે જણાવ્યું હતું, ભારત કઇ રીતે ઇ-વ્હીકલને સપોર્ટ કરી રહ્યું છે તેના પર વાત કરી હતી. આ કાર્યક્રમમાં સેંટ વિસેંટના વડાપ્રધાન પર ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, ગત એક સપ્તાહથી દુનિયાભરના વિશેષજ્ઞો દુનિયાને આવનારા ખતરાઓથી બચાવવા માટે તેના અનુભવો અને જ્ઞાનને રજૂ કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.