1. Home
  2. revoinews
  3. બાંગ્લાદેશના PM શેખ હસીનાને મળ્યા પીએમ મોદી, ત્રણ પરિયોજનાઓ પર હસ્તાક્ષર
બાંગ્લાદેશના PM શેખ હસીનાને મળ્યા પીએમ મોદી, ત્રણ પરિયોજનાઓ પર હસ્તાક્ષર

બાંગ્લાદેશના PM શેખ હસીનાને મળ્યા પીએમ મોદી, ત્રણ પરિયોજનાઓ પર હસ્તાક્ષર

0
  • બાંગ્લાદેશના PM શેખ હસીના ભારતના ચાર દિવસીય પ્રવાસ પર
  • આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં કરી મુલાકાત
  • બન્ને દેશના નેતાઓ વચ્ચે કુલ 6-7 સમજૂતી પર હસ્તાક્ષર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નવી ઉંચાઇએ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે આજે દિલ્હીમાં મુલાકાત થઇ હતી. બન્ને નેતાઓ વચ્ચે કુલ 3 પરિયોજનાઓ પર હસ્તાક્ષર થયા હતા.

બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ભારતના ચાર દિવસીય પ્રવાસ પર છે. શેખ હસીના તીસ્તા જળ વિભાજન અને રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે પણ ભારત સાથે વાત કરશે. આ ચર્ચામાં એનઆરસી પર ફોકસ નહીં હોય. વાતચીત દરમિયાન બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને સંબંધો વધારવા પર ભાર મુકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે ત્રણ પરિયોજનાઓનું ઉદ્દાઘટન કરવામાં મને ખુશી થશે. આજે આ ત્રણ પરિયોજનાઓ ત્રણ અલગ અલગ ક્ષેત્રોમાં છે. પીએમ મોદીએ જણાવ્યું કે એલપીજી ઇંપોર્ટ, વોકેશનલ ટ્રેનિંગ અને સોશિયલ ફેસિલિટીના ક્ષેત્રમાં પરિયોજનાઓની શરૂઆત કરાઇ છે.

પીએમ મોદીએ જણાવ્યું કે ગત એક વર્ષમાં અમે વીડિયો લિંકથી કુલ 9 પ્રોજેક્ટ લૉન્ચ કર્યા છે. આજના ત્રણ પ્રોજેક્ટ સાથે એક વર્ષમાં અનેક પ્રોજેક્ટ સંયુક્તપણે લૉન્ચ કરાયા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શુક્રવારે કહ્યું હતું કે દ્વિપક્ષીય સંબંધ એટલા નિકટ નથી રહ્યા. સ્વાભાવિકપણે, ચર્ચાનું કેન્દ્રય દ્વિપક્ષીય સંબંધ હશે. જ્યારે હું દ્વિપક્ષીય સંબંધો કહું છું તો અમે આગામી પગલાંઓ વિશે વાત કરી રહ્યા છીએ. જે બન્ને દેશો વચ્ચેના સંબંધને એક નવી ઉંચાઇએ લઇ જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.