
વડાપ્રધાન મોદીએ આજે મથુરાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મથુરાના વેટરનરી વિશ્વ વિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાનો શુભારંભ કર્યો હતો. આ સાથે જ પશુઓમાં થનારી અલગ અલગ બિમારીઓના ટીકાકરણના કાર્યક્રમની પણ શરૂઆત કરી હતી. પીએમ મોદી દેશભર માટે 40 મોબાઇલ પશુ ચિકિત્સા વાહનોને ઝંડી દેખાડીને રવાના કરી હતી. તે ઉપરાંત સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને ખત્મ કરવાના અભિયાનની પણ શરૂઆત કરી હતી.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને ખત્મ કરવાના અભિયાનની શરૂઆત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં મોટું એલાન કર્યું છે. પીએમ મોદીએ દેશવાસીઓને 2 ઑક્ટોબર સુધીમાં તેના ઘરો, ઓફિસોને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનું આહવાન કર્યું છે. વડાપ્રધાને અહીંયા નામનો ઉલ્લેખ કર્યા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકવાદ આજે દુનિયા માટે સંકટ બની ચૂક્યું છે. તેના મૂળ અમારા પાડોશી દેશમાં છે. આતંકવાદ વિરુદ્વ સમગ્ર દુનિયાને એકજુટ થવાની આવશ્યક્તા છે. ભારત આ પડકારને ઝીલવા માટે સક્ષમ છે, અમે કરી બતાવ્યું છે અને આગળ પણ કરીશું. અમારી સરકારે આતંકી વિરુદ્વના કાનૂનને કડક બનાવ્યું છે.
વધુમાં ઉમેર્યું હતું કે અમારા દેશમાં કેટલાક લોકોના કાન પર જો ઉં અથવા ગાય શબ્દ પડે છે તો તેઓના વાળ ઉભા થઇ જાય છે. પીએમ મોદીએ કહ્યું કે આવું કહેનારા લોકોએ દેશને બર્બાદ કરવામાં કંઇજ બાકી નથી રાખ્યું. ભારતમાં પશુધન ખૂબજ મહત્વપૂર્ણ છે, તેના વગર અર્થતંત્ર કે ગામની કલ્પના પણ ના કરી શકાય.
વડાપ્રધાને કહ્યું હતું કે આજના કાર્યક્રમનો ઉદ્દેશ પ્લાસ્ટિક મુક્ત ભારત છે. પ્લાસ્ટિકના કારણે પશુઓ, નદિઓ, તણાવમાં રહેનાર પ્રાણિઓને નુકસાન થાય છે. તેથી આપણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત થવાની નેમ લેવી પડશે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકને રિસાઇકલ કરાશે, જે રિસાઇકલ નહીં થાય તેનો ઉપયોગ માર્ગ નિર્માણમાં થશે. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે હવે તમે ઘરની બહાર સામાન લેવા જાઓ તો કપડાંની થેલી લઇને જવું તેમજ સરકારી ઓફિસોમાં પણ પ્લાસ્ટિકની બોટલોને બદલે માટીના વાસણોની વ્યવસ્થા થાય તે જરૂરી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે યૂપીના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં વધતી બિમારીઓ સામે લડત આપી, માર્ગથી સંસદ સુધી લોકોને જાગરુક કર્યા. યોગીએ સંસદના દરેક ક્ષેત્રમાં અવાજ ઉઠાવ્યો. યોગીની સરકાર બની તો કેટલાક ગ્રૂપોએ તેના પર આરોપ લગાવ્યો. જે મુદ્દા પર 30-40 વર્ષોથી કામ કરી રહ્યા હતા, તેમાં હવે સફળતા મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક વારમાં જ મથુરાના વેટરનરી વિશ્વ વિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાનો શુભારંભ કરશે. આ સાથે જ પશુઓમાં થનારી અલગ અલગ બિમારીઓના ટીકાકરણના કાર્યક્રમની પણ શરૂઆત કરશે. પીએમ મોદી દેશભર માટે 40 મોબાઇલ પશુ ચિકિત્સા વાહનોને ઝંડી દેખાડીને રવાના કરશે.
આ યોજનાનો હેતુ એ છે ગાય તેમજ અન્ય પશુઓ માર્ગ પર ફેલાયેલી ગંદકીને કારણે જે પ્લાસ્ટિક ખાય છે, તેનાથી તેને બચાવાય. પીએમ મોદીએ પ્લાસ્ટિક-કૂડા અલગ કરનાર મશીનનો પણ ઉપયોગ કર્યો અને ત્યાં ઉપસ્થિત લોકો સાથે પણ વાત કરી. તે સાથે તેના કામમાં પણ સહકાર આપ્યો હતો.
જ્યારે પીએમ મોદી મથુરા પહોંચ્યા ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. સંબોધન પહેલા પીએમ મોદી નરેન્દ્ર મોદીએ પ્રદર્શનની સમીક્ષા કરી હતી અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓ સાથે વાત કરી હતી. પ્લાસ્ટિકને કઇ રીતે નષ્ટ કરવામાં આવે તે મશીનની પણ સમીક્ષા કરી હતી અને કર્મચારીઓ સાથે વાત કરી હતી.
વડાપ્રધાને આજે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. તેમાં મોટા સ્તરે ટીકાકરણ શરૂ કરવાની યોજના છે. સાથે જ પીએમ આગ્રા, હાપુડ, મુરાદાબાદ માટે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે.