
સિંગાપુર-ભારત હેકેથૉનમાં PMનું એલાન – ASEAN દેશો માટે પણ આવો કાર્યક્રમ હોય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તામિલનાડુની રાજધાની ચેન્નાઇ પહોંચ્યા હતા. અહીંયા વડાપ્રધાન સિંગાપુર-ભારત હેકથૉનમાં પુરસ્કાર વિતરણ સમારોહમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને આ દરમિયાન આ જ પ્રકારના ASEAN દેશો માટે હેકેથૉન શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેના મારફતે વડાપ્રધાને ક્લાઇમેટ ચેન્જને લઇને નવા આઇડિયા લાવવાની માંગ કરી.
વડાપ્રધાને કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે આપ બધા અહીંયા સતત કામ કરી રહ્યા છો. યુવાઓના ઉત્સાહને જોઇને હેકેથૉનમાં ભાગ લેવો ખૂબ સારું છે. કેમેરામાં લઇને તમારી કામગીરીને કારણે સંસદમાં પણ મદદ મળશે.
યુવાઓને વડાપ્રધાને કહ્યું હતું કે તમે દરેક વિજેતા છો. રિસ્ક લેતા પહેલા ડરતા નથી. તમારી નવી ખોજ ભારત માટે આવનારા પડકારોનો સામનો કરવામાં મદદરૂપ બનશે. ભારત આજે 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવ તરફ પગલાં ભરી રહ્યું છે. દુનિયાને ભારત રાહ ચીંધશે.
IIT-મદ્રાસ અનુસંધાન પાર્કમાં સ્ટાર્ટ-અપ્સ પર પ્રદર્શન પણ જોશે. તે ઉપરાંત વડાપ્રધાન IIT-મદ્રાસના 56માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ પણ રહેશે.
એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત
ચેન્નાઇ પહોંચેલા પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું. અહીંયા તેમણે લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ એ કહ્યું હતું કે તામિલ ભાષાની અમેરિકામાં પણ ધૂમ છે. પીએમએ કહ્યું કે અમે લોકો સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિરુદ્વ કેમ્પેઇન ચલાવી રહ્યા છે. પરંતુ એનો અર્થ પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા નથી.