1. Home
  2. revoinews
  3. શું નવો મોટર વ્હીકલ એક્ટ નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે, બીજેપી શાસિત રાજ્યોએ જ દંડની રકમમાં કર્યો ઘટાડો
શું નવો મોટર વ્હીકલ એક્ટ નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે, બીજેપી શાસિત રાજ્યોએ જ દંડની રકમમાં કર્યો ઘટાડો

શું નવો મોટર વ્હીકલ એક્ટ નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે, બીજેપી શાસિત રાજ્યોએ જ દંડની રકમમાં કર્યો ઘટાડો

0

દેશના અનેક રાજ્યોમાં 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરાયો છે. નવો એક્ટ લાગુ થયા બાદ ચલણની સંખ્યામાં પણ વધારો થયો છે. ચલણની ભારે રકમને કારણે દેશભરમાં લોકો તેનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. કેટલાક રાજકીય દળોએ આરોપ લગાવ્યો છે કે દંડની રકમથી સરકાર તીજોરી ભરવાની કોશિશ કરી રહી છે. પરંતુ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે સરકારનો હેતુ તીજોરી ભરવાનો નહીં પરંતુ લોકોની સુરક્ષા કરવાનો છે.

એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેઓને એક વાતની સતત ચિંતા રહેતી હતી કે માર્ગ સુરક્ષા સંબંધિત કાનૂનના લીરે લીરા ઉડતા હતા અને લોક પણ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. જો કે દંડની ભારે રકમનો જનતા ઉપરાંત કેટલાક રાજનૈતિક દળો પણ વિરોધ કરી રહ્યા છે. આ સંદર્ભે બીજેપી શાસિત રાજ્યોમાં દંડની રકમમાં ઘટાડો કરાયો છે.

આ રાજ્યોમાં દંડની રકમમાં ઘટાડો કરાયો
ગુજરાત
મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ
ઉત્તરપ્રદેશમાં લાગુ નથી કરાયો
પશ્વિમ બંગાળ એક્ટના વિરોધમાં
કર્ણાટકમાં વિચારની પ્રક્રિયા
ઝારખંડમાં પણ વિચાર પ્રક્રિયા શરૂ
હરિયાણામાં જાગરુકતા અભિયાન

ટ્રાફિક ઉલ્લંઘનના મામલે કેટલીક એવી ખબર આવી જેમાં કોઇ શખ્સે પોતાની બાઇક સળગાવી દીધી હતી. નોઇડામાં એક શખ્સની કારને લઇને ટ્રાફિક પોલિસ સાથે બબાલ થઇ હતી અને ત્યારબાદ કારસવારનું મોત થયું હતું. તે સિવાય એક ટ્રક માલિકને 1 લાખ 41 હજારના દંડની ભરપાઇ કરવી પડી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.