1. Home
  2. revoinews
  3. જુઓ VIDEO: જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટતા પહેલા આ રીતે ભારતીય સેનાએ આતંકીઓની ઘૂસણખોરી નાકામ કરી હતી
જુઓ VIDEO: જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટતા પહેલા આ રીતે ભારતીય સેનાએ આતંકીઓની ઘૂસણખોરી નાકામ કરી હતી

જુઓ VIDEO: જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટતા પહેલા આ રીતે ભારતીય સેનાએ આતંકીઓની ઘૂસણખોરી નાકામ કરી હતી

0

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટવાના ઠીક પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકીઓની મોટી ઘૂસણખોરીને નાકામ કરી હતી. 30 જુલાઇના કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક ભારતીય સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓના મોટા સમૂહને જોયું હતું અને ત્યારબાદ તેઓ પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાના ગોળીબારને જોઇને આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા અને તેઓના વિસ્તારમાં પરત ફર્યા હતા.

આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેની યોજના ભારતીય ચોકી પર હુમલો કરવાની હતી. જો કે સમય સૂચકતા દર્શાવીને ભારતીય સૈનિકોએ કાર્યવાહી કરીને આતંકવાદીઓને ભાગવા માટે મજબૂર કર્યા હતા. આ રીતે ભારતીય સેનાએ આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. કેન્દ્ર સરકારે 5 ઑગસ્ટના રોજ જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.