
પાકિસ્તાનની ફરી નાપાક હરકત, સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, મેંઢર સેક્ટરમાં મોર્ટાર ફેંક્યા
પાકિસ્તાને શનિવારે પણ તેની નાપાક હરકતો ચાલુ રાખતા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા મેંઢર સેક્ટરમાં મોર્ટાર ફેંક્યા હતા અને ગોળીબાર પણ કર્યો હતો. પાકિસ્તાનના ગોળીબારનો ભારતે પણ આકરો જવાબ આપ્યો હતો.
J&K: Pakistan initiated unprovoked ceasefire violation by firing of small arms & shelling with mortars in Balakote in Mendhar sector today at about 1615 hours. Indian Army is retaliating.
— ANI (@ANI) September 21, 2019
ગોળીબાર સાંજે સવા ચાર વાગ્યે શરૂ થયો હતો જે હજુ સુધી જારી છે. ભારતીય સેના પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. પુંછ જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાન તરફથી મોર્ટાર ફેંકાયા હતા. અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સીમા પર પાકે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન સીઝફાયર ઉલ્લંઘન કરીને આતંકીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓના ઘૂસણખોરીના દરેક પ્રયાસો ભારતીય સેના નાકામ બનાવી રહ્યું છે.
પુંછના બાલાકોટ સેક્ટરમાં શુક્રવારે રાત્રે પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું હતું અને મોર્ટાર શેલ ફેંક્યા હતા. ભારતે પણ જવાબી કાર્યવાહી કરી હતી. જમ્મૂ કાશ્મીર પરના વિશેષ દરજ્જો પરત ખેંચવાના નિર્ણય બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદિલી જોવા મળી રહી છે.