1. Home
  2. revoinews
  3. ચિદમ્બરમને 14 દિવસનો મળ્યો ‘તિહાડવાસ’, જેલ નંબર 7માં રહેશે
ચિદમ્બરમને 14 દિવસનો મળ્યો ‘તિહાડવાસ’, જેલ નંબર 7માં રહેશે

ચિદમ્બરમને 14 દિવસનો મળ્યો ‘તિહાડવાસ’, જેલ નંબર 7માં રહેશે

0
  • 15 દિવસની CBI રિમાંડ પૂર્ણ, 14 દિવસ રહેશે તિહાડ જેલમાં
  • જામીન આપવાથી તપાસ પ્રભાવિત થઇ શકે છે – સુપ્રીમ કોર્ટ
  • આર્થિક ગુનાઓ દેશના અર્થતંત્રને અસર કરે છે – SC

INX મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમમાંથી તેને કોઇ રાહત નથી મળી. હવે ચિદમ્બરમે 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં રહેવું પડશે. અગાઉ ચિદમ્બરમે ઇડીથી જોડાયેલા મામલામાં દિલ્હી હાઇકોર્ટથી આગોતરા જામીન ના મળવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ગુરુવારે કોર્ટે અરજી ફગાવતા કહ્યું હતું કે મની ટ્રેલને ઉજાગર કરવું આવશ્યક છે.

ઇડીના આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ જરૂરી છે તે દાવા સાથે અદાલત સહમત થઇ હતી. જામીન આપવાથી તપાસ પર અસર પડી શકે છે. 15 દિવસના રિમાંડ પૂર્ણ થતા સીબીઆઇએ ચિદમ્બરમને વિશેષ અદાલતમાં હાજર કર્યા હતા. આજે જ કોર્ટ ઇડી કેસમાં તેના આગોતરા જામીન નામંજૂર કરવાના નિર્ણય પર વિચાર કરશે. સીબીઆઇ તરફથી હાજર રહેલા સૉલિસિટર તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલવા જોઇએ. તે શક્તિશાળી નેતા હોવાથી તેને છોડવા ના જોઇએ. તેના પર ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે અમે પુરાવાઓ સાથે છેડછાડ કરી તેનો કોઇ પુરાવો નથી. ચિદમ્બરમ સરેન્ડર કરશે અને ઇડીએ તેની પૂછપરછ માટે કસ્ટડીમાં લેવા જોઇએ. તેને તિહાડ જેલ મોકલવાની આવશ્યક્તા નથી.

જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની ખંડપીઠે કહ્યું હતું કે આર્થિક ગુનો દેશના અર્થતંત્રને પણ અસર કરતો હોવાથી તેને અલગ રીતે જોવો જોઇએ. કોઇ આરોપીના અધિકાર તરીકે આગોતરા જામીન ના આપી શકાય. તે મામલાઓ પર નિર્ભર કરે છે. આ કેસમાં તે ઉચિત નથી. એજન્સીને તપાસ માટે પુરતી સ્વતંત્રતા મળવી જોઇએ. આ સ્થિતિમાં જામીન આપવાથી તપાસ પ્રભાવિત થઇ શકે છે.

અમે ઇડીની કેસ ડાયરી જોઇ છે અને મની ટ્રેલને ઉજાગર કરવું જરૂરી છે. ઇડીના દાવાથી સહમત છીએ કે આ મામલે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ થવી જોઇએ. ઇડીએ સીલબંધ કવરમાં કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. પરંતુ અમે તેને ચકાસ્યા નથી.

હાઇકોર્ટે 20 ઑગસ્ટના રોજ અરજી રદ્દ કરતા કહ્યું હતું કે પ્રાથમિક રીતે ચિદમ્બરમ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ મામલે કિંગપિન લાગે છે. તે વર્તમાન સાંસદ છે, માત્ર તેના આધારે આગોતરા જામીન ના આપી શકાય. આ મામલે ધરપકડથી રાહત અપાય તો સમાજમાં ખોટો સંદેશ ફેલાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.