1. Home
  2. revoinews
  3. સુપ્રીમે માની CBIની અપીલ, હવે મંગળવારે થશે ચિદમ્બરમ મામલે સુનાવણી
સુપ્રીમે માની CBIની અપીલ, હવે મંગળવારે થશે ચિદમ્બરમ મામલે સુનાવણી

સુપ્રીમે માની CBIની અપીલ, હવે મંગળવારે થશે ચિદમ્બરમ મામલે સુનાવણી

0
  • રાઉજ એવેન્યૂ કોર્ટમાં હાજર થયા પી.ચિદમ્બરમ
  • સુપ્રીમ કોર્ટમાં પણ ચિદમ્બરમ મામલે થઇ સુનાવણી
  • 21 ઑગસ્ટે CBI એ ચિદમ્બરની કરી હતી ધરપકડ

કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. INX મીડિયા કેસમાં રાઉજ એવેન્યૂ કોર્ટે તેને 2 સપ્ટેમ્બર સુધી સીબીઆઇ કસ્ટડીમાં મોકલ્યા હતા. જે આજે પૂર્ણ થઇ રહી છે. સોમવારે જ સીબીઆઇ કસ્ટડી વિરુદ્વ ચિદમ્બરમ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી થઇ. સુપ્રીમે CBI ની અપીલ માન્ય રાખતા હવે ચિદમ્બરમ મામલે કાલે સુનાવણી થશે

હવે કાલે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં CBI દ્વારા પી.ચિદમ્બરમને રાહત આપવા પર વિરોધ કરાયો હતો. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીબીઆઇ નિચલી અદાલતમાં એક જ દિવસ રિમાંડ માંગે અને હવે આ મામલે સુનાવણી ગુરુવારને બદલે મંગળવારના રોજ થશે. એટલે આવતીકાલે ફરી એક વાર સુપ્રીમમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે.

પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ INX મીડિયા કેસમાં CBI કસ્ટડીમાં છે. બીજી તરફ એરસેલ-મેક્સિસ સોદા કેસમાં ED તરફથી પી.ચિદમ્બરમની કસ્ટડીની માંગ કરાઇ હતી. આ જ કેસમાં સોમવારે દિલ્હીના રાઉજ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી થઇ હતી, તેમાં ઇડીએ ચિદમ્બરમને વચગાળાના જામીન દેવાનો વિરોધ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.