1. Home
  2. revoinews
  3. INX CASE: ચિદમ્બરમ 5 સપ્ટેમ્બર સુધી CBI કસ્ટડીમાં જ રહેશે, હવે ગુરુવારે થશે સુનાવણી
INX CASE: ચિદમ્બરમ 5 સપ્ટેમ્બર સુધી CBI કસ્ટડીમાં જ રહેશે, હવે ગુરુવારે થશે સુનાવણી

INX CASE: ચિદમ્બરમ 5 સપ્ટેમ્બર સુધી CBI કસ્ટડીમાં જ રહેશે, હવે ગુરુવારે થશે સુનાવણી

0
  • ચિદમ્બરમની કસ્ટડીની હવે જરૂર નથી – CBI
  • આ મામલે વધુ સુનાવણી હવે 5 સપ્ટેમ્બરે થશે
  • CBIના તર્ક સાંભળવાનો સુપ્રીમનો ઇનકાર

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ મામલે સુનાવણી થઇ હતી. સોમવારે ચિદમ્બરમને સુપ્રીમમાંથી થોડી રાહત મળી હતી અને ચિદમ્બરમ તિહાર જેલ જતા બચ્યા હતા. તેને જ લઇને સીબીઆઇએ જે આપત્તિ દર્શાવી હતી તેના પર મંગળવારે સુનાવણી થઇ હતી. અદાલતમાં CBI તરફથી અપીલ કરાઇ હતી કે પૂર્વ નાણા મંત્રીને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલી દેવામાં આવે. જો કે સુપ્રીમે કહ્યું હતું કે ચિદમ્બરમ 5 સપ્ટેમ્બર સુધી CBIની જ કસ્ટડીમાં રહેશે અને એ જ દિવસે આ મામલે સુનાવણી થશે.

મંગળવારના સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ચિદમ્બરમ તરફથી સોમવારે જ વચગાળાના જામીન માટે અરજી કરાઇ હતી. જેના પર રાઉજ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી થવાની છે.

અદાલતમાં સીબીઆઇએ દલીલ રજૂ કરતા કહ્યું હતું કે હવે તેઓને ચિદમ્બરમની કસ્ટડી નથી જોઇતી, તેથી ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં મોકલાય. જો કે સુપ્રીમ કોર્ટે આ તર્ક સાંભળવાનો ઇનકાર કર્યો હતો અને 5 સપ્ટેમ્બર સુધી આ મામલો ટાળ્યો હતો.

નોંધનીય છે કે જો અદાલત તરફથી ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે તો પૂર્વ નાણા મંત્રીને તિહાર જેલમાં શિફ્ટ કરાશે, પરંતુ હાલમાં તેઓ સીબીઆઇની કસ્ટડીમાં છે.

જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે હવુ 5 સપ્ટેમ્બરે સુનાવણી થશે. અદાલતે સીબીઆઇને કહ્યું કે અમે પહેલા પણ તમને લોકોને સાંભળ્યા છે, એવામાં તેને સીબીઆઇ કસ્ટડીમાં રાખવામાં આવે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.