
આસામ NRC સંયોજક પ્રતીક હજેલા વિરુદ્વ 2 FIR દાખલ કરાઇ
- એક વકીલ અને મુસ્લિમ છાત્ર સંગઠને નોંધાવી FIR
- NRCની યાદીમાં ઇરાદાપૂર્વક ગરબડ કર્યા હોવાનો આરોપ
- એનઆરસી પર અત્યાર સુધી કુલ ત્રણ FIR દાખલ કરાઇ
NRCની અંતિમ સૂચિમાં વિરોધાભાસને કારણે NRC ના આસામના સંયોજક પ્રતીક હજેલા વિરુદ્વ બે FIR દાખલ કરાઇ છે. એક વકીલ અને મુસ્લિમ છાત્ર સંગઠન અખિલ આસામ ગોરિયા-મોરિયા યુવા છાત્ર પરિષદે ડિબ્રૂગઢ અને ગુવાહાટીમાં હજેલા વિરુદ્વ અલગ અલગ એફઆઇઆર દાખલ કરી છે.
ચંદન મજૂમદારે ડિબ્રૂગઢ પોલિસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. તેનું નામ NRCની અંતિમ સૂચિમાં નથી. મજૂમદારે આરોપ લગાવ્યો છે કે તેને દરેક દસ્તાવેજો આપ્યા હોવા છતાં કર્મચારીઓની અક્ષમતા અને અપરાધિક ષડયંત્રને કારણે NRCની અંતિમ યાદીમાં તેનું નામ સામેલ નથી કરાયું.
NRCમાં ઇરાદાપૂર્વક ગરબડ કરી હોવાનો આરોપ
છાત્ર પરિષદે ગુવાહાટીના લતાસિલ પોલિસ સ્ટેશનમાં રાજ્યના સંયોજક વિરુદ્વ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં NRC યાદીમાં ઇરાદાપૂર્વક વિરોધાભાસનો દાવો કરાયો છે. છાત્ર સંગઠને ફરીયાદમાં કહ્યું હતું કે આ યાદીમાં અનેક મૂળ નિવાસીઓના નામ સામેલ નથી કરાયા અને સંયોજક દ્વારા જાણી જોઇને આવું કરવામાં આવ્યું છે.
જો કે, પોલિસે હજુ બીજી એફઆઇઆર પર મામલો નોંધ્યો નથી. સર્વોચ્ચ ન્યાયાલયે હજેલા પર મીડિયા સાથે વાતચીત કરવા પર રોક લગાવી હોવાથી આ અંગે તેનું નિવેદન પ્રાપ્ત થઇ શક્યું નથી. ગુવાહાટીના ગીતાનગર પોલિસ સ્ટેશનમાં NGO આસામ લોક નિર્માણ કાર્યે ત્રણ ઘોષિત વિદેશીઓ વિરુદ્વ ત્રીજી ફરીયાદ નોંધાવી છે જેનું નામ એનઆરસીની અંતિમ યાદીમાં છે.