1. Home
  2. revoinews
  3. સૉફ્ટ નહીં, વિક્રમ લેંડરનું હાર્ડ લેન્ડિગ થયું હતું, નાસાએ તસવીરો જારી કરી
સૉફ્ટ નહીં, વિક્રમ લેંડરનું હાર્ડ લેન્ડિગ થયું હતું, નાસાએ તસવીરો જારી કરી

સૉફ્ટ નહીં, વિક્રમ લેંડરનું હાર્ડ લેન્ડિગ થયું હતું, નાસાએ તસવીરો જારી કરી

0
  • નાસાએ વિક્રમ લેન્ડરની લેન્ડિગ સાઇટની તસવીર જારી કરી
  • 14 ઑક્ટોબરના રોજ નાસાનું ઑર્બિટર ફરી પસાર થશે
  • ચંદ્રયાન-2 મિશન 98 ટકા સફળ રહ્યું છે – કે.સિવન

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ભારતના ચંદ્રયાન-2 મિશનના વિક્રમ લેન્ડરની લેન્ડિગ સાઇટની તસવીરો જારી કરી છે. નાસા અનુસાર, ચંદ્રની સપાટી પર લેંડર વિક્રમની હાર્ડ લેન્ડિગ થઇ હતી. જો કે હજુ નાસાએ વિક્રમની કોઇ તસવીર જારી નથી કરી, પરંતુ તેઓએ કહ્યું કે ઑક્ટોબર સુધી તેઓ વધુ તસવીરો પ્રસિદ્વ કરશે.

નાસા અનુસાર અત્યારે ચંદ્ર પર રાત થઇ ચૂકી છે, તેથી હાલમાં સપાટી પર માત્ર પડછાયો જ દેખાઇ રહ્યો છે. શક્યતા છે કે લેન્ડર કોઇ પડછાયામાં છુપાઇ ગયું હોય. લેંડર વિક્રમ ના દેખાવા પાછળ ધૂળને પણ કારણ મનાઇ રહ્યું છે. 7 સપ્ટેમ્બરે અડધી રાત્રે અંદાજે 1.50 વાગ્યે વિક્રમ લેંડરનો ચંદ્ર પર પહોંચ્યા પહેલા સંપર્ક તૂટી ગયો હતો. તે સમયે ચંદ્ર પર સૂર્યની રોશની પડવાનું શરૂ થયું હતું.

નાસા અનુસાર તેનું લૂનર ઑર્બિટર લેન્ડિગ સાઇટ ઉપરથી 17 સપ્ટેમ્બરના રોજ પસાર થયું હતું અને ત્યાંની તસવીર લીધી હતી. પરંતુ તસવીરમાં ક્યાંય લેંડર વિક્રમ નજર નથી આવતું. નાસા અનુસાર ઑર્બિટર ચક્કર લગાવી રહ્યું હતું ત્યારે સાંજ થઇ ચૂકી હતી એટલે પડછાયાને કારણે તસવીર સ્પષ્ટ નહોતી થઇ શકી. નાસા અનુસાર ઑક્ટોબરમાં અહીંયા રોશની વધશે ત્યારે વિક્રમની ખોજ કરાશે. શક્યતા છે કે 14 ઑક્ટોબરના રોજ નાસાનું લુનર ઑર્બિટર ફરીથી પસાર થશે.

નોંધનીય છે કે ઇસરોના પ્રમુખ કે.સિવને કહ્યું હતું કે ચંદ્રયાન-2 મિશન 98 ટકા સફળ રહ્યું છે. તેમણે તેમ પણ કહ્યું કે ચંદ્રયાન-2નું ઑર્બિટર ઠીકથી કામ કરી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.