
લાખો ફ્લેટ ખરીદદારોનું સ્વપન સાકાર થશે, અધૂરા પ્રોજેક્ટ્સને પૂરા કરવા સરકાર ફંડ આપશે
- નાણા મંત્રીએ રિયલ એસ્ટેટ સેક્ટરને વેગ આપવા અનેક જાહેરાતો કરી
- ઘર ખરીદદારોને મળશે મોટો ફાયદો
- લોકોને ઘરની માલિકી જલ્દી મળશે
દેશમાં આર્થિક સુસ્તીનો માહોલ છે. તેની અસર રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ જોવા મળી રહી છે. આ સેક્ટરને વેગ આપવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણે અનેક મોટા એલાન કર્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સરકાર 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ તે અધૂરા પ્રોજેક્ટ્સને આપશે, જેમાં 60 ટકા કામ થઇ ચૂક્યું છે.
જો કે તેમાં શરત એ હશે કે તે પ્રોજેક્ટ નૉન પરફૉર્મિંગ એસેટ એટલે કે એનપીએ ના હોય. તે ઉપરાંત જે પ્રોજેક્ટ્સનો મામલો નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં ચાલે છે એ પ્રોજેક્ટ્સને પણ ફંડ નહીં મળે. તેનાથી 3.5 લાખ ઘરોને ફાયદો થશે.
Here is a brief summary of steps taken by Government so far to realise Affordable Housing pic.twitter.com/JYrc44anPL
— PIB India (@PIB_India) September 14, 2019
તેનાથી ફાયદો આ લોકોને થશે
સરકારના આ એલાનથી દિલ્હી-એનસીઆરમાં પોતના ઘરના ઘરની પ્રતિક્ષા કરી રહેલા લાખો રોકાણકારોને લાભ મળવાની આશા છે. હકીકતમાં, સરકારના ફંડ આપવાથી અધૂરા પ્રોજેક્ટ્સનું કામ પૂર્ણ થશે અને ઘર ખરીદદારોને જલ્દીથી ઘરની માલિકી મળશે. તે ઉપરાંત ઘર ખરીદવા માટે જરૂરી ફંડને સ્પેશિયલ વિંડો બનાવાશે. આ વિંડો મારફતે હોમબાયર્સને ઘર લેવામાં સરળતા રહેશે અને આસાનીથી લોન પણ મળી રહેશે. હાઉસ બિલ્ડિંગ એડવાંસ પર વ્યાજદરો પણ ઘટાડાશે. તેને 10 વર્ષની યીલ્ડ સાથે જોડાશે જેથી સરકારી કર્મચારીઓ વધુ ઘર ખરીદશે.