
- દિલ્હીમાં અચરજ પમાડે તેવો માલિકના અપહરણનો કિસ્સો
- નોકર હતો માલિકના વર્તનથી પરેશાન
- પોલિસ દ્વારા અપહરણ કરનારની શોધખોળ ચાલુ
દેશ અને દુનિયામાં અપહરણના અનેક ચોંકાવનારા કિસ્સાઓમાં આપણે સાંભળ્યા હશે કે એના વિશે ક્યાંક વાંચ્યું હશે. તે અંગેનો ખુલાસો પણ ચોંકવનારો જ હશે. આ જ પ્રકારનો એક અચરજ પમાડતો અપહરણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં, દેશની રાજધાની દિલ્હીમાં 91 વર્ષીય એક વૃદ્વનું ફ્રિજમાં બંધ કરીને અપહરણ કરાયું હોવાનો કિસ્સો બન્યો છે. આ ખબર આવતા પરિવારજનો પણ પરેશાન છે.
હકીકતમાં, દક્ષિણ દિલ્હીમાં પોતાન માલિકથી હેરાન થઇને એક નોકરે પહેલા તો તેના માલિક કૃષ્ણ ખોસલાને બેભાન કર્યા હતા અને ત્યારબાદ ફ્રિજમાં પુરીને ટેમ્પોમાં લઇ જઇને અપહરણ કર્યું હતું. અપહરણને અંજામ આપનાર નોકરની ઓળખ કિશન તરીકે થઇ છે. સૂચના બાદ પોલિસ હાલમાં તપાસ કરી રહી છે અને નોકરની શોધખોળ ચાલી રહી છે. દિલ્હી પોલિસ માટે પણ અપહરણનો આ પ્રકારનો કિસ્સો અચરજ પમાડે તેવો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 91 વર્ષીય કૃષ્ણ ખોસલા તેના પત્ની સાથે રહે છે. તેનો નોકર કિશન માલિક કૃષ્ણ ખોસલાના વર્તનથી નારાજ હતો. શનિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ કિશને તેના માલિક કૃષ્ણ ખોસલા અને તેની પત્નીને નશીલી ચા પીવડાવી હતી. ચા પીતા જ બન્ને બેભાન થયા હતા.
જ્યારે તેની પત્નીને 12 કલાક બાદ હોંશ આવ્યો ત્યારે તેને તેના પતિના અપહરણની જાણ થઇ હતી. ત્યારબાદ તેમણે પોલિસ બોલાવી હતી.
વિગતો અનુસાર નોકર કિશન ગત દોઢ વર્ષથી કૃષ્ણ ઘોસલાને ત્યાં કામ કરે છે. કેટલાક દિવસ પહેલા જ કિશને અપહરણનું કાવતરું ઘડ્યું હતું. કિશને ષડયંત્ર મુજબ ફ્રિજમાંથી સામાન બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના માલિકને ફ્રિજમાં પુરી દીધા હતા. તેમાં અન્ય 6 લોકો પણ સામેલ હતા. તેઓ ટેમ્પો લઇને આવ્યા હતા અને તેમાં ફ્રિજ રાખીને તેને લઇ ગયા હતા.
પ્રારંભિક તપાસમાં માલુમ પડ્યું છે કે નોકરે તેના અપહરણ બાદ તેનું એટીએમ કાર્ડ પણ લઇ લીધુ છે. ત્યારબાદ તેમાંથી પૈસા પણ ઉપાડ્યા હતા. પોલિસ હવે તે એટીએમ મશીનની તપાસ કરીને સીસીટીવી ફૂટેજના માધ્યમથી આરોપી સુધી પહોંચવા પ્રયાસ કરી