1. Home
  2. revoinews
  3. ગાઝિયાબાદ અને નવી દિલ્હીમાં ખાનગી તેજસ એક્સપ્રેસ વિરુદ્વ દેખાવો
ગાઝિયાબાદ અને નવી દિલ્હીમાં ખાનગી તેજસ એક્સપ્રેસ વિરુદ્વ દેખાવો

ગાઝિયાબાદ અને નવી દિલ્હીમાં ખાનગી તેજસ એક્સપ્રેસ વિરુદ્વ દેખાવો

0
  • પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ વિરોધ દિલ્હીમાં દેખાવો
  • રેલવે કર્મચારીઓએ ખાનગીકરણ વિરુદ્વ નારેબાજી કરી
  • ગાઝિયાબાદમાં પણ રેલવે યુનિયનોએ કર્યું વિરોધ પ્રદર્શન

ગાઝિયાબાદમાં રેલવે યુનિયનોએ દેશની પહેલી ખાનગી ટ્રેન IRCTCની તેજસ એક્સપ્રેસ વિરુદ્વ શુક્રવારે પ્રદર્શન કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌથી આ ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. અખિલ ભારતીય રેલકર્મી સંઘે કહ્યું હતું કે તેઓ પહેલી ખાનગી ટ્રેન તેજસ તેમજ અન્ય 150 જેટલી ટ્રેનોના ખાનગીકરણના નિર્ણય વિરુદ્વ વિરોધ દિવસ મનાવી રહ્યા છે.

તેની સાથોસાથ દેશની રાજધાની દિલ્હીમાં પણ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસનો વિરોધ વધ્યો છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર જેવી તેજસ ટ્રેન આવી કે રેલવે કર્મચારીઓએ પ્રદર્શન શરૂ કર્યું હતું. ખાનગીકરણના વિરોધમાં રેલકર્મીઓએ પોસ્ટર-બેનર લઇને નારેબાજી કરી હતી.

શુક્રવારે તેજસ એક્સપ્રેસની શરૂઆતને કાળો દિવસ બતાવતા રેલવે સંઘોના સભ્યોએ હાથમાં બેનર લઇને તેમજ નારેબાજી કરતા અહીંયા મંડલ રેલવે કાર્યાલય સામે એકઠા થયા હતા. તેજસ એક્સપ્રેસ લખનૌથી દિલ્હી માત્ર 6 કલાકમાં પહોંચાડશે. આ વચ્ચે માત્ર તે કાનપુર અને ગાઝિયાબાદ જ રોકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.