
દિલ્હીમાં 4-15 નવેમ્બર દરમિયાન ODD-EVEN, ગડકરી બોલ્યા – તેની આવશ્યકતા જ નથી
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને નાથવા માટે કેજરીવાલ સરકારે ફરી એકવાર Odd-Even ફોર્મ્યુલા લાગુ કરવાનું એલાન કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરીને 4-15 નવેમ્બર સુધી આ ફોર્મ્યુલા લાગુ રહેશે તેવી માહિતી આપી હતી. દર વર્ષે નવેમ્બર માસની આસપાસ પ્રદૂષણને કારણે દિલ્હી ગેસ ચેમ્બર જેવું બની જાય છે. તેથી ફરી એકવાર Odd-Even ફોર્મ્યુલા લાગુ કરાયો છે.
દિલ્હીના સીએમ કેજરીવાલના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે મારું માનવું છે કે આ ફોર્મ્યુલા લાગુ કરવાની કોઇ આવશ્યકતા નથી. રિંગ રોડના નિર્માણથી પ્રદૂષણમાં ઘટાડો થયો છે. તે ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાનું અમલીકરણ કરાયું છે, તેના મારફતે આગામી બે વર્ષમાં દિલ્હી પ્રદૂષણ મુક્ત થઇ જશે.
#WATCH:Union Minister Nitin Gadkari on Odd-Even scheme says,"No I don't think it is needed.Ring Road we built has significantly reduced pollution in city&our planned schemes will free Delhi of pollution in next 2 yrs. It's their (Delhi govt) decision if they want to implement it" pic.twitter.com/mKlLIISpzX
— ANI (@ANI) September 13, 2019
જણાવી દઇએ કે દિલ્હી સરકારે રાજધાનીમાં પ્રદૂષણને ઓછુ કરવા માટે આ નિર્ણય લીધો છે. તમારી ગાડી ક્યાં દિવસે ચાલી શકશે અને ક્યાં દિવસે નહીં ચલાવી શકો તે જાણવા માટે તમારે તમારી ગાડીના રજિસ્ટ્રેશન નંબરનો અંતિમ અંક જોવા પડશે. જો તમારી ગાડીનો અંતિમ નંબર 0,2,4,6,8 છે તો તમે 5,7,9,11,13,15 તારીખના રોજ તમારી ગાડી ચલાવી શકશો. જો તમારી ગાડીનો અંતિમ નંબર 1,3,5,7,9 છે તો તમે 4,6,8,10,12,14 તારીખ દરમિયાન દિલ્હીના રસ્તાઓ પર ગાડી ચલાવી શકશો.