1. Home
  2. revoinews
  3. નેશનલ હેરાલ્ડ કેસ: હવે 28-30 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી થશે
નેશનલ હેરાલ્ડ કેસ: હવે 28-30 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી થશે

નેશનલ હેરાલ્ડ કેસ: હવે 28-30 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી થશે

0
  • એક તરફ ચાલી રહ્યો છે આઇએનએક્સ મીડિયા કેસ
  • રાઉજ એવેન્યૂ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ કેસ મામલે સુનાવણી પૂર્ણ
  • સુનાવણી દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીને પૂછાયા સવાલ

INX મીડિયા કેસમાં એક તરફ પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ હાલમાં સીબીઆઇ કસ્ટડીમાં છે અને આ મામલા વચ્ચે કોંગ્રેસ માટે વધુ એક પડકાર સામે આવ્યો છે. શુક્રવારે દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ કેસમાં સુનાવણી થઇ રહી છે. આ મામલામાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક મોટા કોંગ્રેસી નેતાઓના નામ છે. રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ અરજી દાખલ કરી છે. શુક્રવારે કોંગ્રેસના વકીલે સુબ્રમણ્યમ સ્વામીને સવાલ કર્યા હતા. આજની સુનાવણી પૂર્ણ થઇ છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં શુક્રવારે સવાલ-જવાબનો સીલસીલો પૂર્ણ થયો છે. હવે 28 અને 30 સપ્ટેમ્બરના રોજ આ મામલે સુનાવણી થશે.

વાંચો શુક્રવારની સુનાવણીની સમગ્ર અપડેટ્સ
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફથી કોર્ટમાં વકીલ આર.એસ ચીમા અને સુબ્રમણ્યમ સ્વામી વચ્ચે ઉગ્ર સવાલ-જવાબ થયા હતા. કોર્ટમાં સવાલ-જવાબ અહીંયા વાંચો.

આરએસ ચીમાએ આ દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીને અખબારના બિલ્ડિંગ અને છપાય છે તે અંગે સવાલો કર્યા હતા. સ્વામીએ કહ્યું હતું કે તેમને પ્રકાશન વિશે ખબર નથી. ચીમાએ પૂછયું હતું કે જે ડૉ.ગોપી કૃષ્ણનને સાક્ષી તરીકે રજૂ કરાયા, તે આપના નિકટવર્તી છે. સ્વામી પ્રત્યુત્તર આપ્યો હતો કે તે એક પત્રકાર છે અને અનેક પબ્લિકેશનમાં કામ કર્યું છે. રાહુલ ગાંધીએ પણ તેમનો સંપર્ક કર્યો છે.

વકીલ આરએસ ચીમા – તમને નેશનલ હેરાલ્ડ કેસ વિશે ક્યારે ખબર પડી?
સુબ્રમણ્યમ સ્વામી – સમાચાર પત્રોથી
વકીલ આરએસ ચીમા – શું આપે આર્ટિકલ ડાઉનલોડ કર્યો?
સુબ્રમણ્યમ સ્વામી – હા
વકીલ આરએસ ચીમા – શું એ વાત સાચી છે કે તમે ફરીયાદમાં પૂરો આર્ટિકલ નથી વાંચ્યો?
સુબ્રમણ્યમ સ્વામી – હા
વકીલ આરએસ ચીમા – શું તમે આર્ટિકલનો એ જ હિસ્સો ફરીયાદમાં ઉપયોગ કર્યો જે આપને યોગ્ય લાગ્યો, સંપૂર્ણ આર્ટિકલ નહીં?
સ્વામી – ના, મે સંપૂર્ણ આર્ટિકલનો ફરીયાદમાં ઉલ્લેખ નથી કર્યો.
વકીલ આરએસ ચીમાએ દરમિયાન કોર્ટમાં આર્ટિકલનો કેટલાક હિસ્સો વાંચ્યો હતો. તેમણે પૂછ્યું કે શું આર્ટિકલનો કોઇ હિસ્સો એડિટ કરવામાં આવ્યો છે.?
સ્વામી – મે જે પણ લખ્યું છે કે તેને એડિટ નથી કર્યું. મારા તરફથી કોઇ છુપાવાયું નથી. નેશનલ હેરાલ્ડનું પબ્લિકેશન 1 એપ્રિલ, 2008ના રોજ શરૂ થયું હતું. બાદમાં 7 એપ્રિલ 2016 માં તેને ફરી શરૂ કરાયું હતું.
વકીલ આરએસ ચીમા – શું આપની ફરીયાદમાં એ નથી કે નેશનલ હેરાલ્ડનું પ્રકાશન ટેમ્પરરી રોકાયું હતું?
સ્વામી – નેશનલ હેરાલ્ડનું પ્રકાશન 8 વર્ષ સુધી નથી કરાયું. તેથી મે ટેમ્પરરી બંધ થયો હોવાનો ઉલ્લેખ નથી કર્યો.

દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી શરૂ થઇ ચૂકી છે. કોંગ્રેસના વકીલ આર.એસ.ચીમા આ સમયે સુબ્રમણ્યમ સ્વામીથી સવાલ-જવાબ કરી રહ્યા છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ સુબ્રમણ્યમ સ્વામીને એક ડઝનથી વધુ સવાલ પૂછાઇ ચૂક્યા છે.

પહેલા પણ સુનાવણી ટળી હતી
આજે અદાલતમાં કોંગ્રેસ નેતાઓ તરફથી વકીલે સુબ્રમણ્યમને સવાલ-જવાબ કર્યા હતા. અગાઉ આ મામલે સુનાવણી થવાની હતી, પરંતુ 5 જુલાઇના રોજ સ્વામીએ અપીલ કરી હતી કે હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું હોવાથી સુનાવણીને આગળની તારીખ સુધી આગળ વધારવામાં આવે. કોંગ્રેસના વકીલ આર.એસ.ચીમા તરફથી સુબ્રમણ્યમ સ્વામી માટે 18 સવાલોની યાદી તૈયાર કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.