1. Home
  2. revoinews
  3. ફારુખ અબ્દુલ્લાની નજરબંધી પર ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા, કહ્યું – દેશ માટે તેઓ ખતરો કેવી રીતે હોઇ શકે?
ફારુખ અબ્દુલ્લાની નજરબંધી પર ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા, કહ્યું – દેશ માટે તેઓ ખતરો કેવી રીતે હોઇ શકે?

ફારુખ અબ્દુલ્લાની નજરબંધી પર ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા, કહ્યું – દેશ માટે તેઓ ખતરો કેવી રીતે હોઇ શકે?

0

હૈદરાબાદના સાંસદ અને AIMIM નેતા અસઉદ્દીન ઔવેસીને નેશનલ કૉન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાની પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ કરાયેલી કસ્ટડી પર સવાલ ઉઠાવ્યા છે. અસઉદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના ઠીક પહેલા ફારુખ અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી, તેવામાં તે દેશ માટે ખતરો કેવી રીતે હોઇ શકે છે. તેમણે સવાલ ઉઠાવતા પૂછ્યું કે 80 વર્ષીય ફારુખ અબ્દુલ્લાથી સરકારને કેનો ડર છે?

ઓવૈસીએ સરકાર પર આરોપ લગાવ્યા કે સરકાર જમ્મૂ કાશ્મીરના મુદ્દે ખોટું બોલી રહી છે. ઓવૈસીએ ગુલામ નબી આઝાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે શા માટે એક પૂર્વ મુખ્યમંત્રીને જમ્મૂ કાશ્મીરનો પ્રવાસ કરવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડી છે? તેથી સ્પષ્ટ થાય છે કે જમ્મૂ-કાશ્મીરમાં હાલત સામાન્ય નથી. જો સરકાર ત્યાં પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી છે તો શા માટે ત્યાં રાજનીતિ ના થઇ શકે? 

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આજે જમ્મૂ-કાશ્મીરમાં લાગેલી પાબંધીઓ અને ત્યાંની મુલાકાતને લઇને કરાયેલી કુલ 8 અરજીઓ પર સુનાવણી કરી હતી. જેમાં ગુલામ નબી આઝાદને પણ જમ્મૂ કાશ્મીરની મુલાકાત લેવાની અનુમતિ અપાઇ હતી.  

LEAVE YOUR COMMENT

Your email address will not be published.