1. Home
  2. revoinews
  3. જન્મદિવસ પર માતા હીરાબાના PM મોદીએ લીધા આર્શીવાદ, સાથે લંચ કર્યું
જન્મદિવસ પર માતા હીરાબાના PM મોદીએ લીધા આર્શીવાદ, સાથે લંચ કર્યું

જન્મદિવસ પર માતા હીરાબાના PM મોદીએ લીધા આર્શીવાદ, સાથે લંચ કર્યું

0

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મદિવસ છે. સોમવાર રાતથી જ દેશના અનેક હિસ્સાઓમાં વડાપ્રધાનના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. પોતાના જન્મદિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજ્ય ગુજરાતની મુલાકાતે છે. સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી. ત્યાં નર્મદા નદીની તેમજ ગરુડેશ્વર દતની પૂજા અર્ચના કર્યા બાદ કેવડિયામાં જનસભાને સંબોધિત કરી હતી. ત્યારબાદ માતા હીરાબાના આર્શીવાદ લેવા પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં માતા હીરાબાના આર્શીવાદ લીધા બાદ સાથે લંચ પણ કર્યું હતું.

વાંચો પીએમ મોદીના ગુજરાત પ્રવાસની અપડેટ્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જન્મદિવસના અવસર પર માતા હીરાબેનની મુલાકાત કરીને તેના આર્શીવાદ લીધા હતા.

ત્યારબાદ પીએમ મોદીએ માતૃશ્રી હીરાબેન સાથે લંચ પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે તેના માતા હીરાબેનના આર્શીવાદ લેવા પહોંચ્યા છે. પીએમ મોદી ગાંધીનગર સ્થિત તેની માતાના નિવાસસ્થાન પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી દરેક જન્મદિવસ પર માતાના આર્શીવાદ લેવા આવે છે.

પીએમ મોદીના સંબોધનના અંશો –

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા. તેમજ નર્મદાના નીર ગુજરાત માટે પારસ સાબિત થયું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ વિકાસની ધારા વહેડાવવામાં આવશે. તેમ પણ તેમણે જમાવ્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને જળની જાળવણી માટે લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં જનસભાને સંબોધિત કરી હતી.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસંબોધનમાં ગુજરાતીમાં કેમ છો પૃચ્છા કરીને જણાવ્યું હતું કે, દેશના દરેક ખેડૂતની આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પીએમ સન્માનનીધિનો લાભ ગુજરાતના તમામ ખેડૂતોને લાભ મળી રહ્યો છે. તેમજ નાના દુકાનદારોને પેન્શનો લાભ મળી રહ્યો છે. ગુજરાતમાં લોકો માટે પાણી મારફતે ટ્રાન્સપોર્ટેશનની સેવા શરૂ કરવામાં આવશે. ધોધા-દહેજ ફેરી સર્વિસથી લાખો લોકોએ મુસાફરી કરી છે. આ સુવિધાએ લોકોનો સમય બચાવ્યો છે અને પર્યાવરણની સુરક્ષા કરી છે. આવી જ સેવા મુંબઈથી હજીરા સુધી શરૂ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને સૌદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પ્રવાસનની વાત આવે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ગુજરાત અને કેવડિયા કોલોની દુનિયામાં છવાયું છે. 23 લાખથી વધારે પ્રવાસીઓએ 11 મહિનામાં મુલાકાત લીધી છે. જન્માષ્ટમીના દિવસે રેકોર્ટબ્રેક 34 હજાર પ્રવાસી અહીં આવ્યાં હતા. અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા રોજ 10 હજાર લોકો આવે છે. આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 133 વર્ષ જૂનું છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને માત્ર 11 મહિના જ થયા છે. આ વિસ્તારને આપણે પ્લાસ્ટિકથી બચાવવાનો છે. આપણું જળ, જંગલ અને જમીન પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે અપણા પ્રયાસો તેજ હોવા જોઈએ.

તેમણે વધુમાં કહ્યું તે, વિશ્વકર્મા દિવસની સાથે આજે વધુ એક મહત્વ છે. 17મી સપ્ટેમ્બરે હૈદરાબાદ મુક્તિ દિવસ છે. વર્ષ 1947માં હૈદરાબાદ ભારતમાં જોડાયું હતું. સરદાર સાહેબની પ્રેરણાથી દેશની જનતાએ જમ્મુ-કાશ્મીર અને લદાખ માટે નિર્ણય લીધો છે. જ્યાં વિકાસની ધારા વ્હેવડાવામાં આવશે. ગુજરાતમાં દસકો પહેલા પાણીની લડાઈમાં ગોળીબાર થયો હતો. દીકરીઓને પાણી લેવા માટે દૂર દૂર જવુ પડતું હતું. ગરમીના આરંભ સાથે જ સૌરાષ્ટ્રના લોકો પશુધન સાથે સેંકડો કિમી જતા હતા. પરંતુ હવે નર્મદાના કારણે આ પરિસ્થિતિમાં સુધારો થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી મળી રહ્યું છે. પાણી બચાવવા અભિયાન ચલાવ્યું અને ટપક સિંચાઈ માટે કામગીરી કરી હતી. ગુજરાત આજે 19 લાખ હેકટર જમીન ઉપર માઈક્રો ઈરીગેશનની નીચે છે અને લગભગ 12 લાખ ખેડૂતોને લાભ મળી રહ્યો છે. ગુજરાતમાં એક તરફ બચતની સાથે પાકમાં 30 ટકાનો વધારો થયો છે. તેમજ ખેડૂતોની આવકમાં રૂ. 15500નો વધારો થયો છે. કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું હતું ત્યારે મે કહ્યું હતું કે, આ પાણી કચ્છ માટે પારસ સાબિત થશે. આજે નર્મદાનું પાણી કચ્છ કે સૌરાષ્ટ્ર માટે નહીં પરંતુ રાજ્યમાં માટે પારસ સાબિત થાય છે. નર્મદાનું પાણી પાણી નહીં પારસ છે. વર્ષ 2001માં માત્ર 26 ટકા ઘરમાં નળ મારફતે પાણી આવતું હતું. આજે 88 ટકા ઘરોમાં નળ મારફતે પાણી મળે છે. આ પ્રેરણાથી સમગ્ર દેશમાં દરેક ઘર પાણીનો લક્ષય હાંસિલ કરવું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે, આજના દિવસે મા નર્મદાના દર્શન કરવાનો મોકો મળે તેનાથી વિશેષ કંઈ પણ ન હોય. નર્મદાનો લાભ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતની જનતા, ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. પર્યાવરણની સુરક્ષા કરીને વિકાસ કરી શકાય છે. પર્યાવરણની જાળવણી કરીને કેવી રીતે વિકાસ કરી શકાયત તેનું ઉદાહરણ કેવડિયામાં જોવા મળે છે. અહીં પ્રકૃતિ અને વિકાસનો અદભૂત નજારો જોવા મળે છે. કેવડિયામાં પ્રગતિ, પ્રકૃતિ, પર્યાવરણ અને પર્ટનનો અદભૂત સમર્થન છે. આજે જ વિશ્વકર્માજીની જયંતિ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છીએ તે માટે ભગવાન વિશ્વકર્માજીના આર્શીવાદ જરૂરી છે. સરદાર પટેલની પ્રેરણાથી અમે નવા ભારતના દરેક સંકલ્પ સાકાર કરીશું. સરદાર પટેલે જોયેલુ સપ્ન વર્ષો પછી પુરા થઈ રહ્યાં છે. પ્રથમવાર સરદાર સરોવર ડેમને પૂરો ભરેલો જોવા મળે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેવડિયામાં આજે જેટલો ઉત્સાહ એટલો જ જોશ પુરા ગુજરાતમાં છે. તળાવ, નદીઓમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં મોટા પાયે વૃક્ષા રોપાણ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં જળસંકરણ મિશન સફળ થશે.

સમગ્ર કાર્યક્રમની અપડેટ્સ અહીંયા વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેવડિયાના ગરુડેશ્વર દત્ત મંદિરની પૂજા અર્ચના કરી હતી. પીએમ પહેલા સરદાર સરોવર ડેમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે નર્મદા નદીની પૂજા કરી હતી. પીએમ મોદી સાથે ગુજરાતના સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર નર્મદા નદીની પૂજા કરી

મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી એકતા નર્સરીની મુલાકાત લીધી હતી. આ નર્સરી ઇકો ફ્રેન્ડલી ઉત્પાદોનું નિર્માણ કરે છે અને તેની સમજણ પણ આપે છે.

ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની વિરાટ કોહલીએ પણ ટ્વીટના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા.

સોનિયા ગાંધીએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

યૂપીએ ચેરપર્સન અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસના અવસર પર શુભકામનાઓ પાઠવી હતી. સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીના દીર્ધાયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ આપી હતી.

કેક્ટસ ગાર્ડનમાં વડાપ્રધાન મોદી

VIDEO: જ્યારે સરોવર કિનારે પીએમ મોદીએ પતંગિયાને ઉડાડ્યા

પોતાના જન્મદિવસના અવસર પર પીએમ મોદી તેના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે છે. કેવડિયા કોલોની પહોંચેલા પીએમ મોદીએ અનેક મોટા પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કેક્ટસ ગાર્ડન પહોંચ્યા તો અલગ નજારો જોવા મળ્યો હતો. વડાપ્રધાનને એક બાસ્કેટ દેવામાં આવ્યું હતું જેમાં અનેક પતંગીયા હતા. તેમણે બાસ્કેટ ખોલીને હજારો પતંગીયાને આઝાદ કર્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ શુભેચ્છાઓ આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.