1. Home
  2. revoinews
  3. મુંબઇમાં 5 માળની ઇમારતનો એક હિસ્સો ધરાશાયી, 10 વર્ષીય બાળકી દબાઇ
મુંબઇમાં 5 માળની ઇમારતનો એક હિસ્સો ધરાશાયી, 10 વર્ષીય બાળકી દબાઇ

મુંબઇમાં 5 માળની ઇમારતનો એક હિસ્સો ધરાશાયી, 10 વર્ષીય બાળકી દબાઇ

0

મુંબઇમાં એક પાંચ માળની ઇમારતનો એક હિસ્સો ધરાશાયી થયો છે. જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તે ઉપરાંત કાટમાળમાં એક બાળકી દબાયેલી હોવાની સૂચના પણ મળી રહી છે. ઘટનાની જાણકારી મળતા જ રાહત અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને બચાવ કાર્ય ચાલુ છે.

જાણકારી અનુસાર આ દુર્ઘટના મુંબઇના ખાર વિસ્તારમાં થઇ છે. જાણકારી અનુસાર મુંબઇના પૉશ ખાર વિસ્તારમાં પાંચ માળની ઇમારતનો મોટો હિસ્સો મંગળવારે બપોરે 2 વાગ્યે પડ્યો હતો. અનેક ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બિલ્ડિંગમાં લિપ્ટ અને સીડી તરફનો હિસ્સો ધરાશાયી થયો છે. ઘટનાસ્થળની આસપાસ ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે બેઝમેન્ટમાં કેટલાક લોકો ઉપસ્થિત હતા. લિફ્ટ ઑપરેટ થાય છે ત્યાં પણ લોકો હતા. આ કાટમાળમાં એક 10 વર્ષીય બાળકી પણ ફસાઇ હોવાના સમાચાર છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. BMCના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પ્રશાસનની પહેલી પ્રાથમિકતા લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.