1. Home
  2. revoinews
  3. મુંબઇના કૉટન ગ્રીન સ્ટેશન પર ભીષણ આગ, સ્કાઇવૉકને ભારે નુકસાન
મુંબઇના કૉટન ગ્રીન સ્ટેશન પર ભીષણ આગ, સ્કાઇવૉકને ભારે નુકસાન

મુંબઇના કૉટન ગ્રીન સ્ટેશન પર ભીષણ આગ, સ્કાઇવૉકને ભારે નુકસાન

0

દેશની આર્થિક રાજધાની મુંબઇના કૉટન ગ્રીન રેલવે સ્ટેશનના સ્કાઇ વૉકમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા રેલવે પોલિસે સ્થાનિક ફાયર બ્રિગેડ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઇની જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ નથી જાણવા મળ્યું.

પ્રાપ્ત વિગતો અનુસાર આગને કારણે સ્કાઇવૉકને ભારે નુકસાન થયું છે. તે સંપૂર્ણપણે બળી ગયું છે. આ સ્કાઇ વૉક રેલવે ટ્રેકની બન્ને બાજુના માર્ગને પરસ્પર જોડે છે. જણાવી દઇએ કે કૉટન ગ્રીન સ્ટેશન હાર્બર લાઇન પર સ્થિત છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.