1. Home
  2. revoinews
  3. શરદ પવારની પૂછપરછ દરમિયાન હંગામાની આશંકા, ED ઑફિસની આસપાસ કલમ 144 લાગૂ
શરદ પવારની પૂછપરછ દરમિયાન હંગામાની આશંકા, ED ઑફિસની આસપાસ કલમ 144 લાગૂ

શરદ પવારની પૂછપરછ દરમિયાન હંગામાની આશંકા, ED ઑફિસની આસપાસ કલમ 144 લાગૂ

0

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મની લોન્ડરિંગ મામલે ઇડીએ કાર્યાલયમાં રજૂ થવા પર રોક લગાવી છે. ઇડીએ શરદ પવારને ઓફિસ ના આવવા માટે અનુરોધ કર્યો છે. તે ઉપરાંત સૂચના અપાઇ છે કે જ્યારે પણ પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવે ત્યારે જ તેઓ ઇડીની ઓફિસ પહોંચે. હકીકતમાં શરદ પવારે આજે ઇડીની ઓફિસમાં હાજર રહેવાનું એલાન કર્યું હતું. તેને જોતા સાઉથ મુંબઇ ટ્રાફિક પોલિસે ઇડીની ઓફિસની આસપાસના અનેક રસ્તાઓ બંધ કરી દીધા હતા અને રસ્તાઓ પણ ડાયવર્ટ કર્યા હતા. આ વિસ્તારમાં પાર્કિંગમાં પણ રોક લગાવાઇ છે. તેને નજરમાં રાખતા શહેરના સાત પોલિસ સ્ટેશનમાં ધારા 144 લાગુ કરાઇ છે.

જણાવી દઇએ કે મહારાષ્ટ્ર સરકારી બેંક ઘોટાળા મામલે NCP પ્રમુખ શરદ પવાર, તેના ભત્રીજા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજીત પવાર અને અન્ય વિરુદ્વ મની લોન્ડરિંગનો અપરાધિક કેસ દાખલ કરાયો છે. આ ઘોટાળો 25 હજાર કરોડ રૂપિયાનો હોવાનું મનાઇ રહ્યું છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.