1. Home
  2. revoinews
  3. વિભાજન ભારતની સૌથી મોટી ભૂલ, કેટલાક લોકોની મહત્વાકાંક્ષાને કારણે દેશના ટુકડા થયા – જિતેન્દ્ર સિંહ
વિભાજન ભારતની સૌથી મોટી ભૂલ, કેટલાક લોકોની મહત્વાકાંક્ષાને કારણે દેશના ટુકડા થયા – જિતેન્દ્ર સિંહ

વિભાજન ભારતની સૌથી મોટી ભૂલ, કેટલાક લોકોની મહત્વાકાંક્ષાને કારણે દેશના ટુકડા થયા – જિતેન્દ્ર સિંહ

0

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે દેશનું વિભાજન એ આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોની મહત્વાકાંક્ષાને કારણે દેશનું વિભાજન થયું. જો દેશનું વિભાજન ના થયું હોત તો આજે જે રીતે જમ્મૂ કાશ્મીર પર ચર્ચા થઇ રહી છે તે રીતે ચર્ચા ના થતી હોત.

દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમને સંબોધિત કરતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે દેશનું વિભાજન આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ હતી. ગાંધીજીએ કહ્યું હતું કે દેશનું વિભાજન તેની લાશ પર થશે, સ્વતંત્રતાના દિવસ પર તેઓ ઉદાસ હતા અને બંગાળ જતા રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કોંગ્રેસ પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકોની મહત્વાકાંક્ષાને કારણે જ દેશ વિભાજીત થયો, જો આપણે તે સમજી ગયા હોત તો આજે જમ્મૂ કાશ્મીર પર આ રીતે ચર્ચા કરવાની જરૂર ના હોત. ત્યારે ન તો કલમ 370 હોત કે ન તો તેને ખત્મ કરવાની જરૂરિયાત રહેત. આ એક ઘટનાને કારણે ઇતિહાસમાં આપણે કેટલા આગળ ગયા અને કેટલા પાછળ રહ્યા, તેનું આકલન તમે ખુદ કરી શકો છો.

જણાવી દઇએ કે બે દિવસ પહેલા જ જિતેન્દ્ર સિંહે કલમ 370 પરના નિર્ણયને મોદી સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. તે સાથે જ તેમણે કહ્યું હતું કે મોદી સરકારનો આગામી એજન્ડા PoK છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.