
મથુરા: જ્યારે જમીન પર બેસીને કચરો છૂટો પાડવા લાગ્યા PM મોદી, જુઓ તસવીરો
- મથુરામાં પશુ આરોગ્ય મેળાનો પીએમ દ્વારા શુભારંભ
- દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનની શરૂઆત
- મેળાની મુલાકાત બાદ વડાપ્રધાને ગૌ પુજન પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મથુરા પહોંચ્યા હતા. પીએમ મોદીએ મથુરામાં પશુ આરોગ્ય મેળાનો શુભારંભ કરવા ઉપરાંત અન્ય અનેક યોજનાઓની શરૂઆત કરી હતી. તે ઉપરાંત પ્લાસ્ટિકને નષ્ટ કરતા એક મશીનની પણ સમીક્ષા કરી હતી જેની મદદથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક, પૉલીથીનને ક્રશ કરાય છે. મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમીન પર પડેલો કચરો છૂટો પાડવા લાગ્યા હતા.

હકીકતમાં, પ્લાસ્ટિક ક્રશ કરતા મશીનની કાર્યપ્રણાલી વિશે સમજાવાતા પીએમને જાણકારી અપાઇ હતી કે પહેલા કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરાય છે અને ત્યારબાદ પ્લાસ્ટિકને આ મશીનથી ક્રેશ કરવામાં આવે છે. આ દરમિયાન ડેમો માટે ત્યાં નજીક બેઠેલી મહિલાઓ કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરી રહી હતી. પ્રધાનમંત્રી પણ મહિલાઓ સાથે નીચે જમીન પર બેસીને કચરો છૂટો પાડવા લાગ્યા હતા.

પીએમ મોદી મહિલા સાથે બેસીને કચરો છૂટો પાડવા લાગ્યા હતા.

પ્લાસ્ટિક ક્રશ કરતી મશીનની કાર્યપ્રણાલી સમજતા વડાપ્રધાન.

મથુરાના પશુ આરોગ્ય મેળામાં પીએમ મોદીએ ગો પૂજન પણ કર્યું.

પીએમ મોદીએ ત્યાં ઉપસ્થિત અધિકારીઓ પાસેથી ટીકાકરણની જાણકારી પ્રાપ્ત કરી હતી.

મેળા બાદ વડાપ્રધાને મથુરામાં એક જનસભા સંબોધિત કરી હતી.
