
PM મોદી પર અપમાનજનક ટિપ્પણી મામલે મણિશંકર અય્યરને રાહત, મળી ક્લીનચિટ
- મણિશંકર અય્યરને દિલ્હી પોલિસે ક્લીનચિટ આપી
- 2017માં મણિશંકર અય્યરે પીએમ મોદીને નીચ કહ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્વ અપમાનજનક ટિપ્પણીના મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરને રાહત મળી છે. મણિશંકર અય્યરને દિલ્હી પોલિસે ક્લીનચિટ આપી છે. અય્યરે 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્વ અપમાનજનક ટિપ્પણી કરી હતી. તે ઉપરાંત તેમણે ડિસેમ્બર 2017માં વડાપ્રધાનના આવાસ પર પાકિસ્તાની અધિકારીઓ સાથે થયેલી બેઠકના સંબંધમાં પણ તથાકથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી.
2017 ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મણિશંકર અય્યરે પીએમ મોદીને ‘નીચ ઇન્સાન’ કહ્યું હતું જેના પર ખૂબજ વિવાદ ચગ્યો હતો. તેના આ નિવેદનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ અય્યરે તેના આ નિવેદન પર માંફી પણ માંગવી પડી હતી. જો કે લોકસભા ચૂંટણી દરમિયાન એક લેખમાં તેમણે તેના આ નિવેદનને યોગ્ય ઠહેરાવ્યું હતું. તેમણે પૂછ્યું કે શું હું સાચા ન હતો.
તે પહેલા મણિશંકર અય્યરે મીડિયા પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ મીડિયાના શિકાર રહ્યા છે અને તેનાથી તેની છબીને ખૂબજ નુકસાન પહોંચ્યું છે. મણિશંકર અય્યરે કહ્યું હતું કે હું ઉલ્લૂં છું, પરંતુ એટલો મોટો ઉલ્લૂ પણ નથી.