
અમિત શાહને મળ્યા મમતા બેનર્જી – બોલ્યા – NRCમા બાકાત રહેલા લોકોને એક તક મળવી જોઇએ
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોની માનીએ તો આ મુલાકાત કોલકાતાના પૂર્વ પોલિસ કમિશનર રાજીવ કુમારને બચાવવાની કવાયત છે. કુમાર સીબીઆઇના રડારમાં છે અને તે બેનર્જીના નિકટવર્તી પણ છે.
Delhi: Chief Minister of West Bengal, Mamata Banerjee meets Union Home Minister Amit Shah. pic.twitter.com/Ar168beWuG
— ANI (@ANI) September 19, 2019
મુલાકાત બાદ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સાથે પશ્વિમ બંગાળમાં NRC અંગે વાતચીત નથી થઇ. તેમણે ગૃહમંત્રીને સોંપેલા એક પત્રમાં NRCમાંથી બાકાત રહેલા લોકોને વધુ એક તક આપવાની રજૂઆત કરાઇ છે.
દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતે આવેલા મમતા બેનર્જીએ બુધવારે પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક બે સરકાર વચ્ચે થઇ તેવું જણાવ્યું અને રાજ્યના વિકાસને લઇને ચર્ચા થઇ તેવી જાણકારી આપી હતી.
જણાવી દઇએ કે શારદા ચિટ ફંડ મામલે ટીએમસીના અનેક નેતાઓ અને કોલકાતાના પૂર્વ પોલિસ કમિશનર રાજીવ કુમાર પણ સીબીઆઇની રડારમાં છે. પશ્વિમ બંગાળમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી યોજાશે.