1. Home
  2. revoinews
  3. ગાંધીજીની 150મી જન્મ જયંતી, બાપુને દેશનું નમન, PM મોદી-સોનિયાએ રાજઘાટ પહોંચી આપી શ્રદ્વાંજલિ
ગાંધીજીની 150મી જન્મ જયંતી, બાપુને દેશનું નમન, PM મોદી-સોનિયાએ રાજઘાટ પહોંચી આપી શ્રદ્વાંજલિ

ગાંધીજીની 150મી જન્મ જયંતી, બાપુને દેશનું નમન, PM મોદી-સોનિયાએ રાજઘાટ પહોંચી આપી શ્રદ્વાંજલિ

0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર આજે દુનિયાભરમાં કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં ભવ્ય આયોજન થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી. બીજા અનેક નેતાઓએ પણ શ્રદ્વાજંલિ અર્પણ કરી હતી. તે ઉપરાંત આજે વડાપ્રધાન સાબરમતી રિવરફ્રન્ટ પણ જશે. ત્યાં દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત ઘોષિત કરશે.

વડાપ્રધાને આ રીતે બાપુને યાદ કર્યા

મોદીએ બાપુને આપી શ્રદ્વાજંલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્વાજંલિ આપી હતી. તેની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન ઉપરાંત કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી, બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક મોટા નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્વાજંલિ અર્પણ કરી હતી.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ વિજય ઘાટ જઇને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્વાંજલિ અર્પિત કરી હતી.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે યાદ કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.