1. Home
  2. revoinews
  3. શિવસેના-BJPમાં ફંસાયો પેચ? સંજય રાઉત બોલ્યા – ભારત- PAK વિભાજન કરતા પણ ભયંકર સીટ શેરિંગ
શિવસેના-BJPમાં ફંસાયો પેચ? સંજય રાઉત બોલ્યા – ભારત- PAK વિભાજન કરતા પણ ભયંકર સીટ શેરિંગ

શિવસેના-BJPમાં ફંસાયો પેચ? સંજય રાઉત બોલ્યા – ભારત- PAK વિભાજન કરતા પણ ભયંકર સીટ શેરિંગ

0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઇ ચૂક્યું છે, પરંતુ બીજેપી અને શિવસેના વચ્ચે બેઠકોનો વિભાજન હજુ શક્ય નથી બન્યું. બન્ને પાર્ટીઓ વધુને વધુ બેઠકો પર ચૂંટણી લડવા માટે છે, જેને કારણે હજુ સુધી બેઠક વિભાજનને લઇને કોઇ સહમતિ થઇ નથી શકી. શઇવસેના નેતા સંજય રાઉતે બેઠક વિભાજનને લઇને રહેલી મુશ્કેલીઓ અંગે કહ્યું હતું કે આ વિભાજન ભારત-પાકિસ્તાનના વિભાજન કરતા પણ વધુ ભયંકર છે.

શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે આટલુ મોટું મહારાષ્ટ્ર છે જ્યાં 288 બેઠકોનું વિભાજન એ ભારત-પાકિસ્તાનના વિભાજન કરતા પણ ભયંકર છે. સંજય રાઉતે કહ્યું કે જો અમે સરકારમાં હોવાને બદલે વિપક્ષમાં હોત તો તસવીર અલગ જ હોત. બેઠકોના વિભાજનને લઇને જે પણ નિર્ણય લેવાશે, તે અંગે તરત જ મીડિયાને જાણ કરાશે.

રિપોર્ટ અનુસાર શિવસેના પોતાના માટે 130 બેઠકો ઇચ્છે છે, જ્યારે આરપીઆઇના પ્રમુખ રામદાસ અઠાવલે પોતાની પાર્ટી માટે 10 બેઠક ઇચ્છે છે.

જણાવી દઇએ કે આ સમયે 288 સદસ્યો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં બીજેપી પાસે 122 જ્યારે શિવસેના પાસે 63 બેઠકો છે. મહારાષ્ટ્ર બીજેપી બેઠક વિભાજન એ રીતે કરવા માંગે છે કે ભાજપ પાસે 122 બેઠક રહે તેમજ શિવસેના પાસે 63 બેઠકો રહે. બાકીની વધેલી બેઠકો રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા જેવા ગઠબંધનના નાના દળોને આપ્યા બાદ વધેલી બેઠકો પરસ્પર વહેંચી નાખવામાં આવે.

શિવસેનાની મહત્વાકાંક્ષાથી વિરુદ્વ બીજેપી વધુમાં વધુ બેઠકો પર ખુદ ચૂંટણી લડવા ઇચ્છે છે. હકીકતમાં, બીજેપી રાજ્યમાં પોતની નિર્ણાયક ભૂમિકાને કોઇપણ રીતે ખત્મ કરવા નથી માંગતી. આ જ કારણોસર બન્ને પાર્ટીઓ વચ્ચે બેઠકના વિભાજનને લઇને દાવપેંચ રમાઇ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.