
લોકસભા ચૂંટણીના ફૉર્મ્યુલાની જેમ જ બેઠકોનું વિભાજન કરાશે – ઉદ્વવ ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનને લઇને લગભગ સહમતિ થઇ ચૂકી છે. શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે એ પણ કંઇક એવા જ સંકેતો આપ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે બે દિવસની અંદર બન્ને પાર્ટી વચ્ચે બેઠકોના વિભાજનને લઇને જાહેરાત કરાશે. ઉદ્વવ ઠાકરેના આ નિવેદનથી જાણી શકાય છે કે બેઠકોના મામલે શિવસેનાનું વલણ અક્કડ નથી પરંતુ નરમ છે.
શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ એ પણ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બેઠક દરમિયાન જે ફોર્મ્યુલા નક્કી થયો હતો એ જ રીતે ગઠબંધનમાં બેઠકોનું વિભાજન કરાશે. જણાવી દઇએ કે 2019 લોકસભા ચૂંટણીમાં શિવસેના 23 બેઠકો પર, જ્યારે બીજેપી 25 બેઠકો પણ ચૂંટણી લડી હતી.
tags:
MAHARASHTRA Maharashtra election 2019 National news uddhav thackeray news Uddhav thackery ઉદ્વવ ઠાકરે વિધાનસભા ચૂંટણી