
કિશ્તવાડમાં PDP નેતાના ગાર્ડ પાસેથી આતંકીઓએ બંદૂક છીનવી, વિસ્તારમાં કર્ફ્યૂ લાગુ
જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકીઓએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા નસીરના પીએસઓ પાસેથી રાઇફલ છીનવી લીધી હતી.
આ ઘટના બાદ જિલ્લામાં કફર્યૂ લાગુ કર્યા બાદ હથિયાર લઇને ભાગેલા આતંકીની તપાસ માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
આસપાસના દરેક વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું છે. સેના અને પોલિસ ટીમ શહેરમાં સક્રિય છે. વિસ્તારોમાં આતંકીઓને રોકવા માટે નાકાબંધી પણ કરાઇ છે.
આ વર્ષે કિશ્તવાડમાં હથિયાર છીનવાઇ જવાની આ બીજી ઘટના છે. 8 માર્ચના રોજ હુમલાખોરે પીએસઓ દલીપ કુમારના ઘરમાં ઘૂસીને તેની પાસેથી એકે-47 રાઇફલ અને 90 ગોળીઓ છીનવી લીધી હતી.
અગાઉ શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં નમાઝને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે નવા પ્રતિબંધ લાગુ કરાયા હતા.