1. Home
  2. revoinews
  3. બાબરી મસ્જિદ વિધ્વંસ: કલ્યાણ સિંહને રાહત, 2 લાખના બોન્ડ પર મળ્યા જામીન
બાબરી મસ્જિદ વિધ્વંસ: કલ્યાણ સિંહને રાહત, 2 લાખના બોન્ડ પર મળ્યા જામીન

બાબરી મસ્જિદ વિધ્વંસ: કલ્યાણ સિંહને રાહત, 2 લાખના બોન્ડ પર મળ્યા જામીન

0
  • બાબરી વિધ્વંસ કેસમાં કલ્યાણ સિંહ થયા હાજર
  • અદાલતે 2 લાખના બોન્ડ પર આપ્યા જામીન
  • અડવાણી-મુરલી મનોહર, ઉમા ભારતી પણ આરોપી

બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ બીજેપી નેતા કલ્યાણ સિંહ લખનૌની વિશેષ અદાલતમાં હાજર થયા હતા. અદાલતે કલ્યાણ સિંહને 2 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. કલ્યાણ સિંહ વિરુદ્વ આ મામલામાં અનેક કલમોમાં આરોપો ઘડાયા છે. આ મામલામાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશ પર દૈનિક સુનાવણી થઇ રહી છે.

જણાવી દઇએ કે કલ્યાણ સિંહ પર બાબરી વિધ્વંસ મામલામાં કલમ 149 નથી લગાવાઇ, પરંતુ જે કલમો લાગી છે તેમાં 153a, 153b, 295, 295a, 505 IPC શામેલ છે. જણાવી દઇએ કે આ મામલામાં બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી પણ આરોપી છે.

જ્યારે શુક્રવારે કલ્યાણ સિંહને રામ મંદિર નિર્માણ પર સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે તેઓ તેમનો હેતુ અદાલતમાં જ બતાવશે.

કોની કોની પર ચાલી રહ્યો છે કેસ
નોંધનીય છે કે CBIની અરજી પર SC એ 2017 માં કેસ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. જેમાં કલ્યાણ સિંહ ઉપરાંત BJP નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, મહંત નૃત્યગોપાલ દાસ સહિતના અનેકને આરોપી માનતા તેઓ વિરુદ્વ કેસ ચલાવવાની વાત હતી. આ બધાને આ મામલે જામીન મળેલા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.