
જોધપુરના બાલેસરમાં મોટો માર્ગ અકસ્માત, 9નાં મોત, અનેક ઘાયલ
રાજસ્થાનના જોધપુર જિલ્લામાં બાલેસર નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં એક યાત્રી બસ અને કેંપર વચ્ચે ટક્કર બાદ હાહાકાર મચ્યો હતો. 9 લોકોના મોતની સાથે લગભગ બે ડઝન લોકોના ઘાયલ થવાના પણ સમાચાર છે. બાલેસર એસએચઓ દેવેન્દ્ર સિંહ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે અને ઘાયલોને હોસ્પિટલ લઇને જવાઇ રહ્યા છે.
દુર્ઘટના બાલેસર પાસે બની હતી અને ત્યાંથી ગંભીર ઘાયલોને જોધપુરની મથુરદાસ માથુર હોસ્પિટલે લઇ જવાઇ રહ્યા છે. આ અંતર 60 કિલોમીટર દર્શાવાઇ રહ્યું છે અને તેવામાં ગંભીર ઘાયલોની હાલત જોઇને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
અગાઉ રાજસ્થાનના જોબનેરમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ચાર પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. ર