
જમ્મૂ કાશ્મીર: 3 કલાક સુધી પાકિસ્તાને LoC પર કર્યો ગોળીબાર, જાનહાનિના કોઇ સમાચાર નહીં
- પાકિસ્તાન દ્વારા 3 કલાક સુધી ફાયરિંગ
- ભારતીય સેનાએ પણ આપ્યો જડબાતોડ જવાબ
- કાશ્મીરમાં તણાવ ઊભો કરવાની પાકની સતત કોશિશ
જમ્મૂ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાને ફરી એક વાર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ પુંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. ફાયરિંગને કારણે સ્કૂલમાં કેટલાક બાળકો ફસાઇ ગયા છે. પાકિસ્તાન દ્વારા ત્રણ કલાક સુધી સતત ગોળીબારને કારણે નજીકના ગામ ડારનામાં પણ ડર અને ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આ દરમિયાન એક મિડિલ સ્કૂલના બાળકો લાંબા સમય સુધી એક ઓરંડામાં ફસાઇ ગયા હતા. જો કે ગોળીબાર અટક્યા બાદ છોકરાઓને છુટ્ટી અપાઇ હતી.
પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય બાદથી પાકિસ્તાન અકળાયું છે અને સતત ભારત વિરુદ્વ તેની નાપાક હરકતો દોહરાવીને ખાડીના વિસ્તારોમાં તણાવ ઉભો કરવાની કોશિશ કરી રહ્યું છે.
tags:
ceasefire violation by pakistan today news Latest news Pakistan ceasefire violation ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન