1. Home
  2. revoinews
  3. બૉર્ડર પરથી બે આતંકવાદીઓની ધરપકડ – સેનાએ જારી કર્યો આતંકીઓનો વીડિયો
બૉર્ડર પરથી બે આતંકવાદીઓની ધરપકડ – સેનાએ જારી કર્યો આતંકીઓનો વીડિયો

બૉર્ડર પરથી બે આતંકવાદીઓની ધરપકડ – સેનાએ જારી કર્યો આતંકીઓનો વીડિયો

0
  • પાકની સતત કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની કોશિશ
  • આતંકીઓ કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર કરી રહ્યા છે
  • પકડાયેલા આતંકી લશ્કર-ઐ-તોયબાના છે

ભારતીય સેનાએ લશ્કર-એ-તૌયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. ચિનાર સેનાના કમાન્ડર લેફટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મૂ કાશ્મીર પોલિસના એડીજી મુનીર ખાને બુધવારે પ્રેસ કોન્ફરન્સ મારફતે આ જાણકારી આપી હતી. આ દરમિયામ બન્ને અધિકારીઓએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન તરફથી ઘૂષણખોરી થઇ રહી છે. અમે બે પાકિસ્તાની ઘૂષણખોરોની ધરપકડ કરી છે. આ બન્ને આતંકવાદીઓ આતંકી સંગઠન લશ્કર-ઐ-તોયબાના છે. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પકડાયેલા બન્ને આતંકીઓનો વીડિયો પણ જારી કરાયો છે.

અધિકારીઓએ કહ્યું હતું કે ઘાટીમાં પાકિસ્તાન ઘૂષણખોરીની કોશિશ કરીને અશાંતિ ફેલાવવા માંગે છે. પાકિસ્તાની સેના આતંકીઓને મદદ કરી રહી છે. ધરપકડ કરાયેલા આતંકીઓના નામ ખલીલ અહેમદ અને મોજામ ખોકર છે.

લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને કહ્યું હતું કે અનેક આતંકીઓ ઘૂષણખોરીની ફિરાકમાં છે. ધરપકડ કરાયેલા આતંકીઓએ સરહદ પાર અન્ય આતંકીઓ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા અને હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા હોવાની જાણકારી આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.