
ભૂકંપ: જમ્મૂ-કાશ્મીર અને હિમાચલમાં ધરા ધ્રુજી, ભૂકંપની તીવ્રતા 5.0
જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ બૉર્ડર પર સોમવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. હિમાચલ પ્રદેશના ચંબામાં બપોરે 12:10 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 5.0 રિએક્ટર સ્કેલ હતી. જો કે આ દરમિયાન, કોઇપણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી. બે વાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
Earthquake with a magnitude 5.0 on the Richter scale hit Jammu and Kashmir- Himachal Pradesh (Chamba) Border Region at 12:10 PM, today.
— ANI (@ANI) September 9, 2019
ભૂકંપના આંચકાને કારણે કોઇપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. સોમવારે બપોરે જમ્મૂ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં અને હિમાચલ પ્રદેશના ચંબામાં ભૂકપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં અફરાતફરી ફેલાઇ ગઇ હતી. લોકો રસ્તા પર આવી ગયા હતા.
અગાઉ હિમાચલ પ્રદેશના ચંબામાં રવિવારે ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં પણ જાનમાલને કોઇ નુકસાન પહોંચ્યું નથી. સવારે 5.30 વાગ્યે પહેલો આંચકો 3.4ની તીવ્રતાનો હતો. જ્યારે બીજો આંચકો 4.9ની તીવ્રતાનો હતો.
જણાવી દઇએ કે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ત્યારે પણ કોઇ જાનહાનિ થઇ ન હતી.