
- પાકિસ્તાન દ્વારા સતત ખાડીમાં અશાંતિ પેદા કરવાની કોશિશ
- સુરક્ષાને લઇને આજ આર્મી ચીફ શ્રીનગર જશે
- સુરક્ષાદળો-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ
જમ્મૂ-કાશ્મીરને લઇને સતત હલચલ ચાલુ છે. પાકિસ્તાન ધ્યાન ભટકાવા માટે સીઝફાયરનું ઉલ્લંઘન કરવાની સાથોસાથ ઘાટીમાં પણ માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યું છે. આ બધા વચ્ચે સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે આજે તેઓ શ્રીનગરની મુલાકાત લેશે. બિપિન રાવત અહીંયા સુરક્ષા સ્થિતિનું આકલન કરશે, સુરક્ષા દળોને મળશે અને સાથોસાથ સામાન્ય લોકો સાથે પણ મુલાકાત કરશે.
મોટી મસ્જિદોમાં નમાઝ અદા કરવા પર રોક
જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આજે જુમ્માની નમાઝને લઇને સુરક્ષાદળોએ ખાસ તૈયારી કરી છે. શ્રીનગરમાં જામિયા મસ્જિદ સહિતની અનેક મોટી મસ્જિદમાં નમાઝ પર રોક લગાવવામાં આવી છે. પ્રશાસન તરફથી લોકોને તેના જ વિસ્તારની મસ્જિદમાં નમાઝ અદા કરવાની અપીલ કરાઇ છે.
આ વચ્ચે ગુરુવારે સાંજે પાબંધીઓ હટાવ્યા બાદ કાશ્મીરમાં કેટલાક વિસ્તારમાં પથ્થરબાજી પણ થઇ હતી. કાશ્મીરના નાતીપોરા, નોવગામ, બેમિના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ હતી. પોલિસે પ્રદર્શનકારીઓને ટોળાને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
NSA બાદ શ્રીનગર પહોંચનારા પહેલા મોટા અધિકારી
જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ત્યાંની મુલાકાત લીધી હતી. હવે અજિત ડોભાલ બાદ મોટા અધિકારી તરીકે આર્મી ચીફ બિપિન રાવત જમ્મૂ કાશ્મીરની મુલાકાત લેશે. આજે શુક્રવાર હોવાથી કાશ્મીરમાં લોકો નમાઝ અદા કરવા માટે બહાર નીકળશે ત્યારે પથ્થરબાજી થવાની પણ પૂરી શક્યતા છે. તેથી દરેક સતર્ક છે.
સેના પ્રમુખ સુરક્ષા સ્થિતિની કરશે સમીક્ષા
સેના પ્રમુખ બિપિન રાવત આજે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે શ્રીનગર પહોંચશે. અહીંયા તેનો હેતુ લોકો સાથે વાત કરવા અને આગળની રણનીતિ તૈયાર કરવાનો રહેશે. ધીરે ધીરે ઘાટીમાંથી પાબંધીઓ હટાવાઇ રહી હોવાથી પણ સેના પ્રમુખની આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. સુરક્ષાદળ પણ આગળની સ્થિતિની કઇ રીતે નજર રાખશે તે પણ જોવું રહેશે.