
જૈશ-એ-મોહમ્મદનું મોટું મૉડ્યૂલ ધ્વસ્ત, 8 આતંકવાદીઓની ધરપકડ
સુરક્ષાદળોને જમ્મૂ કાશ્મીરમાં એક સૈન્ય કાર્યવાહીમાં મોટી સફળતા હાંસલ થઇ છે. સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના 8 આતંકવાદીની ધરપકડ કરી છે. તેને કારણે જૈશ-એ-મોહમ્મદનું મૉડ્યૂલ ઘાટીમાં ધ્વસ્ત થઇ ચૂક્યું છે તેવું મનાઇ રહ્યું છે. આ દરેક આતંકવાદી પાકિસ્તાનમાં બેઠેલા જૈશ-એ-મોહમ્મદના હેંડલર આશિક મીરના સંપર્કમાં હતા. આ આતંકીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા.
2 આતંકી રામબન અને બે બનિહાલ પાસે એક ટ્રકમાંથી પકડાયા હતા. 2 આતંકી શોપિયાથી અને 2 જમ્મૂના પરમંડલ વિસ્તારમાંથી ધરપકડ કરાઇ હતી. આ બન્ને આતંકીઓ ત્યાં એક સાબુની ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. બે દિવસ પહેલા જમ્મૂમાંથી એક શખ્સની ધરપકડ કરાઇ હતી. રગૂડા ગામથી ઇમ્તિયાઝ અહમદ નામના શખ્સની પણ ધરપકડ કરાઇ હતી. જેની પૂછપરછમાં જૈશના આ મૉડ્યૂલને ધ્વસ્ત કરાયું છે.
લખનપુરમાં પકડાયેલા આતંકીઓનો હેંડલર પણ આશિક મીર જ હતો. ઇમ્તિયાઝના તાર ઇઝઝર કોટલીમાં ગત વર્ષે થયેલી અથડામણથી પણ જોડાયેલા છે, જેમાં 2 વિદેશી આતંકીઓને ઠાર કરાયા હતા. તેઓ ટ્રકથી કાશ્મીર જઇ રહ્યા હતા. પોલિસે હાલમાં 3 ટ્રક પણ જપ્ત કર્યા છે.