1. Home
  2. revoinews
  3. જુઓ VIDEO: PM થી ગળે મળીને રોવા લાગ્યા ઇસરો ચીફ, મોદીએ આ રીતે હિંમત વધારી
જુઓ VIDEO: PM થી ગળે મળીને રોવા લાગ્યા ઇસરો ચીફ, મોદીએ આ રીતે હિંમત વધારી

જુઓ VIDEO: PM થી ગળે મળીને રોવા લાગ્યા ઇસરો ચીફ, મોદીએ આ રીતે હિંમત વધારી

0
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે.સિવનને આપી હિંમત
  • ત્યારબાદ મોદીએ ઇસરો ચીફ અને કર્મીઓનો જુસ્સો વધાર્યો
  • માત્ર 2.1 કિમી પર સંપર્ક તૂટતા ઇતિહાસ ના બની શક્યો

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના કેટલાક સેકન્ડ પહેલા જ ચંદ્રયાન-2થી સંપર્ક તૂટ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇસરોના કાર્યાલયમાં ઉપસ્થિત હતા. ત્યારબાદ સવારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને જુસ્સો આપવા માટે બેંગ્લોર સ્થિત કાર્યાલય પહોંચ્યા હતા.

વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇસરોના કાર્યાલયથી જવા લાગ્યા ત્યારે ઇસરો ચીફ કે.સિવન પીએમ મોદીને ગળે લગાવીને રોવા લાગ્યા હતા. પીએમ મોદીએ તેની પીઠ થાબડી હતી અને તેને હિંમત આપી હતી.

એકવાર ફરી ઇસરોના કાર્યાલય પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણે નિશ્વિતપણે સફળ થશું. આ મિશનના આગામી પ્રયાસો અને ત્યારપછીના પ્રયાસોમાં પણ આપણે સફળતા હાંસલ કરીશું.

પીએમ મોદીએ કહ્યું હતું કે દરેક મુશ્કેલી, સંઘર્ષ, કઠણાઇ આપણને જીવનમાં કંઇક નવું શીખવે છે. કેટલાક નવા આવિષ્કાર, નવી ટેક્નોલોજી માટે પ્રેરિત કરે છે અને તેનાથી જ આપણી આગામી સફળતા નિર્ધારિત થાય છે. જ્ઞાનનો સૌથી મોટો શિક્ષક વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં નિષ્ફળતાને કોઇ સ્થાન નથી, ત્યાં માત્ર પ્રયોગ અને અથાગ પ્રયાસો હોય છે.

માત્ર 2.1 કિમી પહેલા સંપર્ક તૂટ્યો
ભારતના ચંદ્રયાન-2 મિશનને શનિવારે એ સમયે ઝટકો લાગ્યો જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીએ માત્ર બે કિલોમીટરના અંતરે હતું ત્યારે સંપર્ક તૂટી ગયો હતો. આ સાથે જ 978 કરોડ રૂપિયાના ખર્ચ થયા છે તે ચંદ્રયાન 2 મિશનના ભવિષ્યને લઇને રહસ્ય બન્યું છે. આ અંગે ઇસરોના ચીફ કે.સિવને જણાવ્યું હતું કે સંપર્ક તૂટવાનો એલાન કરતા કહ્યું હતું કે ચંદ્રમાની સપાટીથી 2.1 કિમી પહેલા સુધી લેન્ડરનું કામ પ્લાનિંગ મુજબ ચાલી રહ્યું હતું. ત્યારબાદ સંપર્ક તૂટ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.