
2.1 KM નહીં, માત્ર 335 મીટર પર વિક્રમ સાથે ISROનો સંપર્ક તૂટ્યો હતો, ગ્રાફથી મળ્યા પુરાવા
- ઇસરોના મિશન ઑપરેશન કૉમ્પલેક્સ સ્ક્રીન ગ્રાફમાં પુરાવો
- – 13માં મિનિટ દરમિયાન સ્ક્રીન પર ગતિ થંભી ગઇ
- – ઇસરોના વૈજ્ઞાનિકો હજુ પણ સંપર્કનો કરી રહ્યા છે પ્રયાસ
એવું કહેવાય છે કે એક તસવીર એટલે 1000 શબ્દોની બરોબર. આવી જ એક તસવીર અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં નોંધાઇ ગઇ. એટલે કે 7 સપ્ટેમ્બરે ઇસરોના ચંદ્રયાન-2 મિશનની વિક્રમ લેન્ડરની ચંદ્ર પરની લેન્ડિંગની તસવીર. આ તસવીરથી સ્પષ્ટ થાય છે કે ઇસરો સાથેનો વિક્રમ લેન્ડરનો સંપર્ક 2.1 કિ.મીની ઉંચાઇ પર નહીં પરંતુ માત્ર 335 મીટરની ઉંચાઇ પર સંપર્ક તૂટ્યો હતો.
જ્યારે વિક્રમ લેન્ડિગ કરી રહ્યું હતું, તેની વિગતો ઇસરોના મિશન ઑપરેશન કૉમ્પલેક્સની સ્ક્રીન પર એક ગ્રાફમાં જોવા મળ્યું હતું. આ ગ્રાફમાં ત્રણ રેખાઓ જોવા મળી હતી. જેમાં વચ્ચેની લાઇન પર જ ચંદ્રયાન-2 રસ્તો નક્કી કરી રહ્યું હતું. આ લાઇન લાલ રંગની હતી. વિક્રમ લેન્ડર માટે આ પૂર્વ નિર્ધારિત માર્ગ હતો. જ્યારે રિયલ ટાઇમ લીલી રંગની લાઇનમાં દેખાતો હતો.

બધુ બરોબર હતું. વિક્રમ લેન્ડરનું રિયલ ટાઇમ માર્ગ લીલી લાઇન તેના પૂર્વ નિર્ધારિત માર્ગ પર ચાલી રહી હતી. તમે પણ સ્પષ્ટપણે જોઇ શકો છો કે 4.2 કિમી ઉપર વિક્રમ લેન્ડરના માર્ગમાં ફેરફાર થયો હતો પરંતુ તે ઠીક થઇ ગયું હતું. પરંતુ 2.1 કિમીની ઉંચાઇ પર તે માર્ગથી ફંટાયું હતું. આ સમયે તે ચંદ્રની સપાટી તરફ 59 મીટર પ્રતિ સેકન્ડની ગતિએ લેન્ડિંગ કરવા જઇ રહ્યું હતું.
400 મીટરની ઉંચાઇ સુધી આવતા આવતા વિક્રમ લેન્ડરની ગતિ એ સ્તરે પહોંચી ચૂકી હતી, જે ગતિએ તેને સૉફ્ટ લેન્ડિંગ કરવાની હતી. જ ઉંચાઇ પર તે ચંદ્રની સપાટીની ઉપર હેલિકૉપ્ટરની જેમ મંડરાઇ રહ્યું હતું. જેથી કરીને સૉફ્ટ લેન્ડિંગ વાળી જગ્યાને સ્કેનિંગ કરી શકે. 400 મીટરથી 10 મીટરની ઉંચાઇ સુધી લેન્ડર 5 મીટર પ્રતિ સેકન્ડની ગતિએ નીચે આવશે તેનું પૂર્વ નિર્ધારિત હતું. 10થી 6 મીટરની ઉંચાઇ સુધી 1 અથવા 2 મીટર પ્રતિ સેકન્ડથી નીચે લેન્ડિગ કરાશે. ત્યારબાદ તેની ગતિ શૂન્ય કરાશે.
ચંદ્રની સપાટી પર ઉતરવા માટે 15 મિનિટના નિર્ધારિત કાર્યક્રમ દરમિયાન વિક્રમ લેન્ડરની ગતિને 1680 મીટર પ્રતિ સેકન્ડ અર્થાત 6048 કિમી પ્રતિ કલાકથી ઘટાડીને ઝીરો મીટર પ્રતિ સેકન્ડ કરવાની હતી. 13માં મિનિટ દરમિયાન મિશન ઑપરેશન કૉમ્પલેક્સની સ્ક્રીન પર બધુ થંભી ગયું. ત્યારે વિક્રમ લેન્ડરની ગતિ 59 મીટર પ્રતિ સેકન્ડ હતી. ચંદ્રની સપાટીથી 335 મીટરની ઉંચાઇ પર એક લીલા રંગનું ડૉટ બની ગયું અને વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી સાથે ટકરાઇ ગયું. જો કે ઇસરોના વૈજ્ઞાનિકો હજુ પણ વિક્રમ સાથે સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.