1. Home
  2. revoinews
  3. ISROની સફળતા – ચંદ્રયાન-2થી અલગ થયું લેન્ડર વિક્રમ
ISROની સફળતા – ચંદ્રયાન-2થી અલગ થયું લેન્ડર વિક્રમ

ISROની સફળતા – ચંદ્રયાન-2થી અલગ થયું લેન્ડર વિક્રમ

0
  • 4 સપ્ટેમ્બરે સૌથી નજીકની કક્ષામાં રહેશે ચંદ્રયાન
  • 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર કરશે લેન્ડિંગ
  • ઇસરો માટે પડકારજનક કામ

ISROના મહત્ત્વાકાર્ષી મિશન ચંદ્રયાન-2 અંતર્ગત આજે ઓર્બિટરથી વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક અલગ થયું છે. આ બાદ લગભગ 20 કલાક સુધી વિક્રમ લેન્ડર ઓર્બિટરની પાછળ 2 કિમી પ્રતિ સેકન્ડની ગતિએ ચક્કર લગાવશે. આ ઇસરોના વૈજ્ઞાનિકની મોટી સફળતા છે અને હવે પ્રજ્ઞાન રોવરનું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ એ ઇસરો માટે સૌથી મોટો પડકાર બની રહેશે.

જણાવી દઇએ કે ISRO એ 1 સપ્ટેમ્બરે ચંદ્રયાન 2 ને ચંદ્રની પાંચમી ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરાવ્યો હતો. હાલમાં ચંદ્રયાન 2 ચંદ્રની ચારે તરફ 119 કિમીની એપોજી અને 127 કિમીની પેરીજી પર ભ્રમણ કરી રહ્યું છે. આજે વિક્રમ લેન્ડર, ચંદ્રયાન 2ના ઑર્બિટરથી અલગ થયું હતું. ચંદ્રયાન 2 ઑર્બિટરથી અલગ થયા બાદ 20 કલાક સુધી વિક્રમ લેન્ડર ઑર્બિટરની પાછળ એ જ કક્ષામાં ચક્કર લગાવશે. 7 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતરશે.

3 સપ્ટેમ્બરના રોજ 9 થી 10 વાગ્યે વિક્રમ લેન્ડર ચંદ્રયાન-2 ના ઑર્બિટરને છોડીને નવી કક્ષામાં જશે. તેને ઑર્બિટમાં પ્રવેશ કરાવવા માટે ઇસરોના વૈજ્ઞાનિક અંદાજે 3 સેકેન્ડ માટે એન્જિન ઑન કરશે. ત્યારબાદ વિક્રમ લેન્ડર 109 કિમીની એપોજી અને 120 કિમીની પેરીજીની કક્ષામાં ચક્કર લગાવશે.

ઇસરો વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડરને 4 સપ્ટેમ્બરના રોજ ચંદ્રથી વધુ નજીક પહોંચાડશે. આ કક્ષાની એપોજી 36 કિમી અને પેરીજી 110 કિમી હશે. આગામી ત્રણ દિવસમાં વિક્રમ લેન્ડર આ જ અંડાકાર કક્ષામાં ચક્કર લગાવશે.

7 સપ્ટેમ્બર સૌથી વધુ પડકારજનક, ચંદ્ર પર ઉતરશે વિક્રમ લેન્ડર
વિક્રમ લેન્ડર 35 કિમીની ઉંચાઇથી ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે. આ ઇસરોના વૈજ્ઞાનિક માટે પડકારજનક કામ હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.