
Chandrayaan-2 નો ચંદ્રની ત્રીજી ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ, 11 દિવસ બાદ બનાવશે ઇતિહાસ
ISRO ને 28 ઑગસ્ટના રોજ Chandrayaan-2 ને ચંદ્રની ત્રીજી ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરાવવામાં સફળતા મળી છે. સવારે 9 વાગ્યાની આસપાસ ચંદ્રયાન-2 એ ચંદ્રની ત્રીજી ભ્રમણ કક્ષામાં પ્રવેશ કર્યો હતો. હવે ચંદ્રયાન 2 ચારેય તરફ 179 કિમીની ઓપીજી અને 1412 કિમીની પેરીજી ભ્રમણ કક્ષામાં ચક્કર લગાવશે. ચંદ્રયાન આ ભ્રમણ કક્ષામાં બે દિવસ સુધી ચક્કર લગાવશે. આ બાદ 30 ઑગસ્ટના રોજ ચંદ્રયાન 2ને ચંદ્રની ચોથી અને 1 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની પાંચમી ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરાવાશે.
#ISRO
— ISRO (@isro) August 28, 2019
Third Lunar bound orbit maneuver for Chandrayaan-2 spacecraft was performed successfully today (August 28, 2019) at 0904 hrs IST.
For details please visit https://t.co/EZPlOSLap8 pic.twitter.com/x1DYGPPszw
ઇસરોના વૈજ્ઞાનિકોએ 20 ઑગસ્ટના રોજ ચંદ્રયાન 2 ને ચંદ્રની પ્રથમ ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરાવ્યો હતો. મંગળવારે ચંદ્રયાનની ગતિને 10.98 કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને 1.98 કિમી પ્રતિ સેકન્ડ કરી હતી. ચંદ્રયાન ગુરુત્વાકર્ષણના પ્રભાવથી ચંદ્રની ભ્રમણ કક્ષા સાથે ટકરાઇ ના જાય તે માટે ચંદ્રયાનની ગતિમાં 90 ટકાનો ઘટાડો કરાયો હતો. 20 ઑગસ્ટે ચંદ્રયાનનો ભ્રમણ કક્ષામાં પ્રવેશ ઇસરોના વૈજ્ઞાનિકો માટે ખૂબજ પડકારજનક હતું. પરંતુ વૈજ્ઞાનિકોએ ખૂબજ કુશળતાપૂર્વક તેમાં સફળતા હાંસલ કરી હતી.