1. Home
  2. revoinews
  3. INX MEDIA CASE: 2 સપ્ટેમ્બર સુધી CBIની કસ્ટડીમાં રહેશે ચિદમ્બરમ
INX MEDIA CASE: 2 સપ્ટેમ્બર સુધી CBIની કસ્ટડીમાં રહેશે ચિદમ્બરમ

INX MEDIA CASE: 2 સપ્ટેમ્બર સુધી CBIની કસ્ટડીમાં રહેશે ચિદમ્બરમ

0
  • સીબીઆઇ કોર્ટમાં કરી વધુ 5 દિવસની કસ્ટડીની માંગ
  • ચિદમ્બરમની વધુ પૂછપરછથી અન્ય વાતોનો થશે ખુલાસો
  • ચિદમ્બરમ પોલિસ તપાસમાં સહયોગ આપવા માટે તૈયાર

INX Media Case માં પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને આજે રાઉજ એવેન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન CBIએ તેની પાંચ દિવસની કસ્ડડી માંગી હતી. તેના પર ન્યાયાધીશ રોષે ભરાયા હતા. ન્યાયાધીશે કહ્યું હતું કે આપે પહેલા જ દિવસે 15 દિવસની કસ્ટડી કેમ ના માંગી? તમે ચિદમ્બરમ સાથે દરરોજ કેટલી કલાક પૂછપરછ કરો છો.

કોર્ટના સવાલ પર સીબીઆઇએ કહ્યું હતું કે અમે દૈનિક ધોરણે 8-10 કલાક પૂછપરછ કરીએ છીએ. તેના પર ન્યાયાધીશે કહ્યું હતું કે જો આપ 10 કલાક સુધી પૂછપરછ કરો છો અને અમને પેપર ખૂબ જ ઓછા આપો છો. રાઉજ એવેન્યૂ કોર્ટે ચિદમ્બરમની CBI કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી વધારી છે.

CBI એ કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે તેના બીજી વાર રિમાંડની અવધિ વધવાથી અનેક અન્ય વાતોનો ખુલાસો થશે. કસ્ટડી દરમિયાન ચિદમ્બરમથી અનેક મામલાઓની પૂછપરછ કરાઇ રહી છે. આ મામલે વિસ્તૃત તપાસ માટે CBI દરેક સંભવ કોશિશ કરી રહી છે, પરંતુ કસ્ટડી મળવાથી બીજા અનેક મહત્વપૂર્ણ મામલાઓનો પણ ખુલાસો થશે.

જો કે ચિદમ્બરમના વકીલે 5 દિવસની સીબીઆઇ કસ્ટડીનો વિરોધ કર્યો હતો. દલીલ દરમિયાન કોર્ટને કહેવાયું હતું કે આરોપી 2 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીથી પહેલા સુધી સીબીઆઇ કસ્ટડીમાં રહેવા માંગે છે અને પોલિસ તપાસમાં સહયોગ કરવા માટે પણ તૈયાર છે. ચિદમ્બરમના વકીલે પણ તપાસમાં સહયોગ કરવાની વાત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તપાસ માટે સીબીઆઇ કસ્ટડીની માંગ યોગ્ય છે, તેથી સોમવાર સુધી સીબીઆઇ કસ્ટડી વધારાઇ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.