
પી ચિદમ્બરમને વધુ એક ઝટકો, કોર્ટે ચિદમ્બરમની ED કસ્ટડીની અરજી ફગાવી, તિહાડ જેલમાં જ રહેવું પડશે
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમને વધુ એક ઝટકો લાગ્યો છે. રાઉજ એવેન્યૂ કોર્ટે ચિદમ્બરમની અરજી ફગાવી છે. કોર્ટે ચિદમ્બરમની INX કેસમાં ઇડી સામે સરન્ડર કરવાની અરજી ફગાવી હતી. હવે ચિદમ્બરમે તિહાડ જેલમાં જ ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડશે.
Delhi Court dismisses Congress leader P. Chidambaram's surrender application. Chidambaram had moved an application to surrender to Enforcement Directorate in INX media case. He is currently lodged in Tihar Jail under judicial custody, in CBI case pic.twitter.com/AiYANoCEil
— ANI (@ANI) September 13, 2019
અગાઉ, ગુરુવારે ઇડીએ અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે હાલમાં તેઓ ચિદમ્બરમને કસ્ટડીમાં લેવા નથી માંગતા, પરંતુ જ્યારે જરૂર હશે ત્યારે ઇડી કોર્ટમાં અરજી કરશે.
ચિદમ્બરમે 11 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે રાજનૈતિક બદલો લેવા માટે તેની વિરુદ્વ કેસ દાખલ કરાયો છે અને તેની વિરુદ્વ જે આરોપ લાગ્યા છે તે આર્થિક અપરાધ નથી. ચિદમ્બરમે જામીનની માંગને લઇને બુધવારે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના દ્વાર ખખડાવ્યા હતા. તે ઉપરાંત, નીચલી અદાલત દ્વારા તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના નિર્ણયને પણ તેને પડકાર્યો હતો.