1. Home
  2. revoinews
  3. INX Media Case: ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી કાલ સુધી ટળી
INX Media Case: ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી કાલ સુધી ટળી

INX Media Case: ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી કાલ સુધી ટળી

0
  • INX મીડિયા કેસ મામલે આજે થઇ સુનાવણી
  • ચિદમ્બરમ અને કપિલ સિબ્બલે પ્રત્યુત્તરો આપ્યા
  • સુનાવણી કાલ સુધી ટળી

INX મીડિયા કેસમાં આરોપી તરીકે ધરપકડ કરાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે દિલ્હી હાઇકોર્ટમાં એ વાતથી ઇનકાર કર્યો હતો કે તેમણે તેના નાણામંત્રીના પદનો ઉપયોગ અંગત લાભ માટે કર્યો હતો.

જણાવી દઇએ કે દિલ્હી હાઇકોર્ટમાં ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી થઇ હતી. સીબીઆઇ, ચિદમ્બરમની જામીન અરજીનો વિરોધ કરી રહી છે. સોમવારે સુનાવણી પૂરી ના થતા હવે મંગળવારે પણ સુનાવણી હાથ ધરાશે.

ચિદમ્બરમે તેની જામીન અરજી પર સીબીઆઇના જવાબનો પ્રત્યુત્તર આપતા કહ્યું હતું કે તેના વિરુદ્વ લુક આઉટ નોટિસ પહેલાથી જ જારી છે અને તેના ભાગવાની આશંકા છે અને તેઓ કાનૂનની કામગીરીથી બચવા માટે કોશિશ કરી છે તેવા આરોપો લગાવવા ઠીક નથી.

મંજૂર સીમામાં જ વિદેશી રોકાણ આવ્યું હતું – પૂર્વ નાણામંત્રી
પૂર્વ નાણામંત્રીએ વર્તમાન મામલામાં જનતાના ભરોસાને તોડવાના સીબીઆઇના આરોપોથી ઇનકાર કરતા કહ્યું હતું કે INX મીડિયા કેસમાં જે 305 કરોડ રૂપિયા પ્રત્યક્ષ વિદેશી રોકાણ તરીકે આવ્યા છે તે મંજૂર કરાયેલા 42.216 ટકાની નિર્ધારિત સીમાં જ હતા. તેમણે તેના જવાબમાં તપાસ એજન્સીના એક દાવાનો પણ ઇનકાર કર્યો હતો કે અપરાધમાં તેના પર ફરીયાદ માટે નક્કર પુરાવા રેકોર્ડમાં છે અને તેની વિરુદ્વ એક મજબૂત મામલો બને છે.

સરકારી તીજોરીને કોઇ નુકસાન નહીં – ચિદમ્બરમ
ચિદમ્બરમે એ આરોપોને પણ ફગાવ્યા હતા કે તેમણે તેના સહયોગી ષડયંત્રકારીઓ સાથે મળીને નાણા મંત્રીના પદનો ઉપયોગ તેના અંગત લાભ માટે કર્યો છે. તે ઉપરાંત સરકારી તીજોરીને કોઇ નુકસાન નથી થયું તેવો પણ તેમણે દાવો કર્યો હતો.

તેમણે જવાબમાં કહ્યું હતું કે આ મામલે કોઇ જાહેર રાશિ શામેલ ન હતી અને આ કોઇ બેંક સાથે છેતરપીંડી કે ધનરાશિને દેશની બહાર લઇ જવાનો કે રકમ ચોરીને રોકાણકારો સાથે છેતરપીંડીનો મામલો નથી.

ચિદમ્બરમે કહ્યું હતું કે ઇન્દ્રાણી મુખર્જીની કોઇ વિશ્વનીયતા નથી કે જે ભ્રષ્ટાચાર મામલામાં સરકારી સાક્ષી છે કારણ કે સીબીઆઇ તેના અને તેના પતિ વિરુદ્વ હત્યાના મામલે તપાસ કરી રહી છે.

વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે –
અદાલતમાં ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે દલીલ રજૂ કરી હતી કે INX મીડિયા કેસમાં ચિદમ્બરમ વિરુદ્વ FIR નોંધાઇ નથી. તેમણે કહ્યું કે સીબીઆઇ મામલે ચિદમ્બરમને માત્ર એકવાર પૂછપરછ માટે બોલાવાયા હતા. ચિદમ્બરમ 15 દિવસની સીબીઆઇ કસ્ટડીમાં રહી ચૂક્યા છે, હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે. ચિદમ્બરમ સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે.

સિબ્બલે કહ્યું હતું કે INX મીડિયા માટે જે FIPB અપ્રૂવલ અપાયું હતું તે તત્કાલીન 6 સચિવો પાસેથી પસાર થયું હતું. જેમાંથી એક RBI ગવર્નર બન્યા. સિબ્બલે કહ્યું કે દરેક સેક્રેટરીએ અપ્રૂવલને લીલી ઝંડી આપી હતી. સેક્રેટરીને પ્રભાવિત કરાયા હોય તેવો કોઇ આરોપ નથી. કોઇપણ સેક્રેટરીએ એવું નિવેદન નથી આપ્યું કે મે તેને પ્રભાવિત કર્યા છે. કોઇપણ સેક્રેટરી વિરુદ્વ કોઇ કાર્યવાહી થઇ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.