1. Home
  2. revoinews
  3. સુરક્ષા એજન્સીઓની આશંકા, સીમા પર સખ્તાઇ છત્તાં કાશ્મીરમાં ઘૂસ્યા આતંકી
સુરક્ષા એજન્સીઓની આશંકા, સીમા પર સખ્તાઇ છત્તાં કાશ્મીરમાં ઘૂસ્યા આતંકી

સુરક્ષા એજન્સીઓની આશંકા, સીમા પર સખ્તાઇ છત્તાં કાશ્મીરમાં ઘૂસ્યા આતંકી

0

નિયંત્રણ રેખા (LoC) પારથી અંદાજે 40 આતંકવાદીઓ જમ્મૂ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જાણકારી આપી હતી. આ આતંકવાદીઓ દેશના વિવિધ સ્થાનોએ આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપે તેવી આશંકા સેવાઇ રહી છે. જમ્મૂ કાશ્મીરના મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું હતું કે નિયંત્રણ રેખા પર અનેક જગ્યાએ ઘૂષણખોરીની કોશિશ કરાઇ છે. મોટા ભાગની કોશિશ નિષ્ફળ કરાઇ છે. જો કે કેટલાક આતંકીઓ ભારતમાં ઘૂસી ગયા હોય તેવી શક્યતા નકારી શકાય નહીં.

સુરક્ષા એજન્સીઓને મળેલી ગુપ્તચર માહિતી બાદ ખાસ કરીને જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા વધારાઇ છે. ઘૂસણખોરો ટ્રેનિંગ લીધેલા છે તેમજ અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. સૂત્રોનુસાર હાલમાં જ સીમાપારથી ઘૂસણખોરીની અનેક કોશિશોને નિષ્ફળ કરાઇ હતી. તેમ છત્તાં કેટલાક આતંકી ઘૂસ્યા હોય તેવી શક્યતા નકારી શકાય નહીં. સુરક્ષા એજન્સી હાઇ એલર્ટ પર છે. નિયંત્રણ રેખા પાર લૉન્ચ પેડ્સ પર અનેક આતંકીઓની ગતિવિધિઓ જોવા મળી છે. પાકિસ્તાન તેને સીમાપાર મોકલવાની ફિરાકમાં છે.

પોલિસ અને સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક ઘટનાક્રમ પર સંપૂર્ણપણે નજર રખાઇ રહી છે. ઘાટીમાં તણાવ ફેલાવવાની પાક કોશિશ કરી રહ્યું છે. તેને સીમાપારથી ભારતમાં ગડબડી કરવા અને આતંકી હુમલાને અંજામ આપવાના આદેશ અપાયા છે. અમે જાણીએ છીએ કે તેઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે, પરંતુ જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા તેઓ ઘાટીમાં પગ પણ મૂકી શકે તેટલી જગ્યા તેઓ નથી શોધી શક્યા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.